ભારત ટેરિફ બાબતે સૌથી ગુંચવાડા ભર્યો દેશ, ત્યાં વ્યાપાર કરવો ખુબ જ મુશ્કેલ: ટ્રમ્પ
- ભારતમાં ટેરિફની ખુબ જ મુશ્કેલ સિસ્ટમ છે
- પીએમ મોદીએ મસ્ક સાથેની બેઠકને ખુબ જ સકારાત્મક ગણાવી હતી
- ટ્રમ્પે કહ્યું કે તેઓ ઉદ્યોગપતિ છે એટલે જરૂર મળ્યા પણ વ્યાપાર ખુબ જ મુશ્કેલ
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં એલન મસ્ક સાથે ખુબ જ સકારાત્મક બેઠક થઇ. અમે અલગ અલગ મામલાઓ પર ચર્ચા કરી જેમાં અંતરિક્ષ, ગતિશીલતા, ટેક્નોલોજી અને નવાચાર જેવા વિષયો પર ચર્ચા થઇ.
ભારતમાં વ્યાપાર કરવા માટે ખુબ જ મુશ્કેલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વ્યાપાર કરવા માટે સૌથી મુશ્કેલ સ્થાન ગણાવ્યું છે. ખાસ વાત છેકે ટ્રમ્પની આ ટિપ્પણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઇઓ એલ મસ્કની વચ્ચે થયેલી મુલાકાત બાદ આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિનું કહેવું છે કે, ટ્રમ્પ ભારતમાં વ્યાપાર કરવા માંગે છે. પીએમ મોદી અને મસ્કની વચ્ચે એઆઇ, સ્પેસ સહિત અને મામલે ચર્ચા થઇ છે.
આ પણ વાંચો : Savarkundla નગરપાલિકામાં 1 વોર્ડની પેટા ચૂંટણીમાં જેનીબેન ઠુમ્મરે બીજેપીને સંભળાવી ખરી-ખોટી
ભારત ટેરિફ બાબતે ખુબ જ ગુંચવાડાભરી જગ્યા
મસ્ક અને પીએમ મોદીની મીટિંગ અંગે પુછાયેલા એક સવાલ અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમણે મુલાકાત કરી છે અને મને લાગે છે કે, તેઓ ભારતમાં વ્યવસાય કરવા માંગે છે, જો કે ભારત ટૈરિફના કારણે વ્યાપાર માટે સૌથી મુશ્કેલ જગ્યા છે. તે વિશ્વની સૌથી વધારે ટૈરિફ છે અને વ્યાપાર માટે ખુબ જ મુશ્કેલ સ્થળ છે. મને લાગે છે કે તેઓ એટલા માટે મળ્યા હશે, કારણ કે તેઓ એક કંપની ચલાવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ બેઠકને સકારાત્મક ગણાવી હતી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં એલન મસ્કની સાથે ખુબ જ સારી બેઠક થઇ. મને અલગ અલગ વિષયો પર ચર્ચા કરી જેમાં અંતરિક્ષ, ગતિશીલતા, ટેક્નોલોજી અને નવાચાર જેવા વિષયોનો સમાવેશ થાય છે, જે અંગે તેઓ ઉત્સુક છે. તેમણે કહ્યું કે, મે સુધારો અને લઘુતમ સરકાર મહત્તમ શાસનને આગળ વધારવાની દિશામાં ભારતના પ્રયાસો અંગે ચર્ચા કરી.
આ પણ વાંચો : PM Modi-ટ્રમ્પ મુલાકાત પછી શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 230 પોઈન્ટ વધ્યો, આ શેરમાં તેજી આવી
મસ્ક પોતાના બાળકો સાથે બ્લેર હાઉસ પહોંચ્યા હતા
મસ્ક પોતાના ત્રણ બાળક સહિત પરિવાર સાથે બ્લેર હાઉસ પહોંચ્યા. જે મોદી સાથે મુલાકાત દરમિયાન તેમની સાથે બેઠેલા હતા. મસ્કના પરિવારની સાથે પોતાની વાતચીતનો ઉલ્લેખ કરતા મોદીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે, એલન મસ્કના પરિવારને મળવા અને અલગ અલગ વિષયો પર વાતચીત પણ ખુશીની વાત હતી. મોદીએ મસ્કના ત્રણ બાળકો સાથે પણ વાત કરી, જે બેઠકમાં હાજર હતા.
આ પણ વાંચો : iPhone SE 4 Launch: એપલના CEO એ નવું ડિવાઇસ ક્યારે લોન્ચ થશે તેની તારીખ જણાવી