India-Pakistan Ceasefire : અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું- ડોનાલ્ડ ટ્રમ્પ
- India-Pakistan Ceasefire પર અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન
- મારા પ્રશાસને તાત્કાલિક યુદ્ધ વિરામમાં મદદ કરી- Donald Trump
- અમેરિકાએ પરમાણુ યુદ્ધ અટકાવી દીધું છે- Donald Trump
India-Pakistan Ceasefire : આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે India-Pakistan Ceasefire સંદર્ભે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, અમેરિકન પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં મદદ કરી તેમજ અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે.
સ્થાયી યુદ્ધ વિરામ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે India-Pakistan Ceasefire મુદ્દે જણાવ્યું છે કે, અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવી દીધું છે. આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં અમેરિકન પ્રશાસનની ભૂમિકા મહત્વની રહી છે. હવે ભારત અને પાકિસ્તાન આ યુદ્ધ વિરામને કાયમી બનાવે તે અનિવાર્ય છે. જો ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ ન રોકત તો અમે તેમની સાથેના વેપાર બંધ કરી દેત. અમે એક મોટા પરમાણુ વિવાદ (Nuclear Dispute) ને અટકાવી દીધો છે. મને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો ગર્વ છે.
આ પણ વાંચોઃ DGMO PC : 'પાપનો ઘડો ભરાઈ ગયો હતો..!' આતંકીસ્તાન સામે ભારતીય સેનાનો હુંકાર
પરમાણુ યુદ્ધ અટકાવ્યું
India-Pakistan Ceasefire પર અમેરિકન રાષ્ટ્રપતિ Donald Trump એ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે. અમેરિકન પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં મદદ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન એમ બંને દેશો પાસે મોટી સંખ્યામાં પરમાણુ બોમ્બ છે. તેથી અમેરિકાએ આ પરમાણુ યુદ્ધ ન થાય તે માટે પ્રયત્નો કર્યા કારણ કે જો પરમાણુ યુદ્ધ થાત તો લાખો લોકોના મૃત્યુ થઈ જાત. અમેરિકન પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ (Ceasefire) કરાવવામાં મદદ કરી. અમેરિકાએ જો યુદ્ધ ચાલુ રહે તો વેપાર ન કરવાની વાત કરી હતી. તેથી બંને દેશો યુદ્ધ વિરામ માટે માની ગયા છે.
આ પણ વાંચોઃ Operation sindoor ની સમગ્ર ફળશ્રુતિને સમજો 12 સરળ મુદ્દામાં