Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Pakistan War : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે USના ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન!

ભારત અને પાકના તણાવ વચ્ચે USના ઉપરાષ્ટ્રપતિનું  નિવેદન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ પાકને  ઝટકો આપ્યો આમા અમારે કંઈ લેવા દેવા નથી : જેડી વાન્સ India Pakistan War : ભારત સાથે માથાકૂટ કરીને પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી દીધી...
india pakistan war   ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે usના ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન
Advertisement
  • ભારત અને પાકના તણાવ વચ્ચે USના ઉપરાષ્ટ્રપતિનું  નિવેદન
  • અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ પાકને  ઝટકો આપ્યો
  • આમા અમારે કંઈ લેવા દેવા નથી : જેડી વાન્સ

India Pakistan War : ભારત સાથે માથાકૂટ કરીને પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી દીધી છે. આજે હુમલાની શરૂઆત ભલે પાકિસ્તાન તરફથી કરવામાં આવી હોય, પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ફાઈટર જેટને વીણી વીણીને માર્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે (JDVance) પણ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાન અમેરિકાને આડે રાખીને ભારતને શાંત પાડવા નીકળી પડ્યું હતું. વાન્સે તો સ્પષ્ટ કહી દીધું છે કે અમારે આમાં કંઈ લેવાદેવા નથી. આ બાજુ ડિપ્લોમેટિક મોરચા પર પણ પાકિસ્તાનને ધ્વસ્ત કરવાનો પ્લાન વિદેશ મંત્રી એસ. જયશંકર બનાવી લીધો છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભારતની કાર્યવાહીનું સમર્થન કરે છે, જે અંતર્ગત પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.

જેડી વાન્સે ભારત-પાકિસ્તાન પર શું કહ્યું?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષમાં અમારુ કંઈ કામ નથી. જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તણાવ ઓછો કરવા કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, "અમે જે કરી શકીએ તે એ છે કે આ લોકોને થોડો તણાવ ઓછો કરવા માટે પ્રોત્સાહિત કરવાની કોશિશ કરીએ, પણ અમે યુદ્ધની વચ્ચે સામેલ થવા જઈ રહ્યા નથી. તેમાં મૂળ તો અમારું કંઈ કામ નથી. ધિસ ઈઝ નન ઓફ ઓર બિઝનેસ, આશા કરીએ છીએ કે, આ ન્યૂક્લિયર યુદ્ધમાં ન બદલાય. અમેરિકાની આ નિયંત્રિત કરવાની ક્ષમતા સાથે કંઈ લેવાદેવા નથી." વાન્સે કહ્યું કે, "તમે જાણો છો કે અમેરિકા ભારતીયોને હથિયાર હેઠળ મૂકવા માટે ન કરી શકે. અમે પાકિસ્તાનીઓને પણ હથિયાર નાખવા માટે ન કહી શકીએ. એટલા માટે અમે કૂટનીતિક ચેનલો દ્વારા આ મામલામાં આગળ વધી રહ્યા છીએ.

Advertisement

આ પણ  વાંચો -India-Pakistan War : જમ્મુ ક્ષેત્રમાં ફરી Black Out, પાક. ના બહાવલનગરમાં જોરદાર વિસ્ફોટ-ગોળીબાર

Advertisement

આતંકવાદ પર અમેરિકા ભારત સાથે

આ અગાઉ અમેરિકાના પ્રવક્તા ટૈમી બ્રૂસને જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાનને આતંકવાદના સમર્થક બતાવવા પર અમેરિકાનું શું વલણ રહેશે તો તેમણે કહ્યું કે, "આ તો એ જ વાત છે જે અમે દાયકાઓથી કહેતા આવ્યા છીએ અને સ્પષ્ટપણે કાશ્મીરમાં જે થયું તે ભયાનક હતું." તેમના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે, અમેરિકા પાકિસ્તાનને આતંકવાદના ઘર તરીકે જુએ છે. બ્રૂસનો ઈશારો 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના તરફ છે. જેમાં 26 પર્યટકો મર્યા હતા. આ હુમલાનો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો છે.

Tags :
Advertisement

.

×