ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા UNમાં કર્યું મતદાન, અમેરિકાનો વિરોધમાં મત
- ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા કર્યુ સમર્થન (India UN Palestine vote)
- ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલા આવેલા પ્રસ્તાવ પર ભારતનું સમર્થન
- 142 દેશના પ્રચંડ બહુમત સાથે પસાર થયો પ્રસ્તાવ
- વૈશ્વિક સ્તરે પેલેસ્ટાઈન માટે વધતા સમર્થનનો સંકેત
India UN Palestine vote : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ભારત સરકારે તેના સમર્થનમાં મત આપીને એક મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સ દ્વારા રજૂ કરવામાં આવેલો આ પ્રસ્તાવ, પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને ટેકો આપતી "ન્યુયોર્ક ઘોષણા" ને સમર્થન આપે છે. શુક્રવારે UNGAમાં આ પ્રસ્તાવ 142 દેશોના પ્રચંડ બહુમતી સાથે પસાર થયો હતો, જે વૈશ્વિક સ્તરે પેલેસ્ટાઈન માટેના વધતા સમર્થનનો સંકેત છે.
10 દેશોએ વિરુદ્ધમાં કર્યુ મતદાન (India UN Palestine vote)
આ પ્રસ્તાવના વિરોધમાં માત્ર 10 દેશોએ મતદાન કર્યું હતું, જેમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયેલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. જ્યારે 12 દેશોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. ભારત તે 142 દેશોમાં સામેલ હતું જેમણે પેલેસ્ટાઇન સમસ્યાના સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને લાગુ કરવા માટે ન્યુયોર્ક ઘોષણાનું સમર્થન કર્યું.
ઘોષણાપત્રની મુખ્ય બાબતો (India UN Palestine vote)
આ ન્યુયોર્ક ઘોષણાપત્ર મુજબ, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતના અસરકારક અમલીકરણના આધારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘોષણાપત્રમાં આ ક્ષેત્રના ઇઝરાયેલી અને પેલેસ્ટાઈની લોકો માટે એક ન્યાયપૂર્ણ, શાંતિપૂર્ણ અને કાયમી સમાધાન સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સામૂહિક કાર્યવાહી પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી છે.
#WATCH | New York, USA: India votes in favour as the UN General Assembly (UNGA) adopts a resolution backing the New York declaration on Palestine, endorsing the two-state solution.
Source: UNTV via Reuters pic.twitter.com/CD7aA9B8XH
— ANI (@ANI) September 12, 2025
પ્રસ્તાવમાં ઈઝરાયેલને કરાઈ અપીલ
આ પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભવિષ્યના કોઈપણ શાસનમાં હમાસની ભૂમિકાને નકારવામાં આવે છે, જે હાલમાં ગાઝા પટ્ટીમાં શાસન ચલાવે છે. આ ઘોષણાપત્રમાં ઇઝરાયેલી સરકારને એક સત્તાવાર પેલેસ્ટાઇની રાજ્યની સ્થાપના અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ મતદાન પર ઇઝરાયેલે તીખી પ્રતિક્રિયા આપી હતી. ઇઝરાયેલે આ પ્રસ્તાવને "શરમજનક" ગણાવ્યો અને કહ્યું કે આવા પ્રસ્તાવો હમાસ જેવા આતંકવાદી સંગઠનોને યુદ્ધ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે.
શાંતિ સ્થાપવાનો ઉદ્દેશ્ય
સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા આ ઘોષણાપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ-ઈસ્ટમાં શાંતિ સ્થાપવાનો છે, જે 7 ઓક્ટોબર 2023 પછીથી સતત યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આ ઘોષણાપત્ર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું સમર્થન કરે છે, પરંતુ તે સ્પષ્ટપણે હમાસની નિંદા પણ કરે છે અને તેને હથિયારો છોડવા માટે માંગ કરે છે. નોંધનીય છે કે આ મતદાન એવા સમયે થયું છે, જ્યારે 22 સપ્ટેમ્બરથી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનનું આયોજન થવાનું છે, જેની અધ્યક્ષતા સાઉદી અરેબિયા અને ફ્રાન્સ કરશે. ફ્રાન્સે અગાઉથી જ પેલેસ્ટાઇની રાજ્યને ઔપચારિક માન્યતા આપવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો : PM Narendra Modi આજે મણિપુરની મુલાકાતે : જાતિય હિંસા બાદ પ્રથમ પ્રવાસ, શાંતિ અને વિકાસની પહેલ


