ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-US Trade Deal: અમેરિકાથી પરત ફરી ભારતીય ટીમ, ક્યા મુદ્દાઓ પર થઇ વાતચીત?

અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા ગયેલી ભારતીય ટીમ સ્વેદશ પરત ફરી કૃષિ અને વાહન ક્ષેત્રની વાતચીત પર સહમતિ સધાઇ ન હતી જુલાઇ પહેલા વાતચીતનું હાર્દ સામે આવવાની અપેક્ષા India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-US Trade...
06:48 PM Jul 04, 2025 IST | Hiren Dave
અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા ગયેલી ભારતીય ટીમ સ્વેદશ પરત ફરી કૃષિ અને વાહન ક્ષેત્રની વાતચીત પર સહમતિ સધાઇ ન હતી જુલાઇ પહેલા વાતચીતનું હાર્દ સામે આવવાની અપેક્ષા India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-US Trade...
Tariff on India

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-US Trade Deal)કરાવવા ગયેલી ભારતીય ટીમ સ્વેદશ પરત ફરી છે.પરંતુ દુઃખની વાત એ છે કે,આ ડીલ ફાઇનલ નથી થઇ.કૃષિ અને વાહન ક્ષેત્રની વાતચીત પર સહમતિ સધાઇ ન હતી.હવે 9 જુલાઇ પહેલા વાતચીતનું હાર્દ સામે આવવાની અપેક્ષા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાદયો છે.ત્યારથી દુનિયાના મોટાભાગના દેશો અમેરિકા સાથે વેપાર કરવા ઇચ્છીત છે.ચીન આ મામલે સફળ થઇ ચુક્યુ છે.તો આ તરફ,ભારત સતત 2 મહિનાથી વેપાર માટે પ્રયત્ન કરી રહ્યુ છે.

કયા મુદ્દે સહમતિ સધાઇ ?

આ પ્રયત્નની વચ્ચે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ કરવા એકત્ર થયા હતા.પરંતુ ભારતીય ટીમ કોઇપણ ડીલ કર્યા વગર સ્વદેશ પરત ફરી છે.હવે આ મુદ્દે મઁથન કરાઇ રહ્યુ છે કે,આટલી લાંબી વાતચીતનું પરિણામ શું આવશે.અને ભારતે શું મેળવ્યુ છે.અને શું ગુમાવ્યુ છે.તો આ તરફ, અમેરિકા સાથે વચગાળાનો વેપાર કરવા માટે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે.કારણ કે કૃષિ અને વાહન ક્ષેત્રે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ બાકી છે.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાતચીત અંતિમ તબક્કામાં છે.અને તે મામલે નિરાકરણ લાવવાનું બાકી છે.ભારતીય ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ વોશિંગ્ટનથી પરત ફરી છે.આમ છતાં,બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રહેશે.હાલમાં,કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે કેટલાક મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે.ભારતીય ટીમ 26 જૂનથી 2 જુલાઈ સુધી વોશિંગ્ટનમાં હતી જેથી અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર પર વાટાઘાટો કરી શકાય.આ સમય દરમિયાન,વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા અને કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ.

આ પણ  વાંચો -Port of Spain : બિહારનો વારસો ભારત તેમજ વિશ્વને ગર્વ અપાવી રહ્યો છે - PM Modi

ભારત માટે આ કરાર શા માટે મહત્વપૂર્ણ ?

અમેરિકા સાથેની વાતચીત અને કરારો ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિશોધક ટેરિફનો સ્થગિત સમયગાળો 9 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. બંને પક્ષો તે પહેલાં વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા છે. ભારતે અમેરિકન કૃષિ અને ડેરી ઉત્પાદનોને ડ્યુટી છૂટ આપવા અંગે પોતાનું કડક વલણ જાળવી રાખ્યું છે, કારણ કે આ રાજકીય રીતે સંવેદનશીલ ક્ષેત્ર છે અને ભારતના નાના ખેડૂતોની પણ વિરુદ્ધ છે. 2 એપ્રિલના રોજ, અમેરિકાએ ભારતીય માલ પર 26 ટકાનો વધારાનો પ્રતિશોધક ટેરિફ લાદ્યો હતો, પરંતુ તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યો હતો. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10 ટકાની મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં હોવા છતાં, ભારત પોતાના પર લાદવામાં આવેલી વધારાની 26 ટકા ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે. ભારતે અત્યાર સુધી કરેલા કોઈપણ મુક્ત વેપાર કરારે ડેરી ક્ષેત્રને વેપાર ભાગીદારો માટે ખુલ્લું મૂક્યું નથી.

આ પણ  વાંચો -Iran : ઈઝરાયલી યુદ્ધ પછી ઈરાનમાં દમન-600 થી વધુ ફાંસીની સજા

આ મુદ્દે સહમતિ સધાઇ

યુએસ કેટલાક ઔદ્યોગિક માલ,વાહનો,ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો,વાઇન,પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને સફરજન,બદામ અને અન્ય સૂકા ફળો અને આનુવંશિક રીતે સુધારેલા પાક જેવા કૃષિ માલ પર ડ્યુટી છૂટછાટો પણ ઇચ્છે છે.ભારત પ્રસ્તાવિત વેપાર કરારમાં કાપડ, રત્નો અને ઝવેરાત,ચામડાની ચીજવસ્તુઓ,વસ્ત્રો,પ્લાસ્ટિક,રસાયણો,ઝીંગા,તેલીબિયાં,દ્રાક્ષ અને કેળા જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે ડ્યુટી છૂટછાટોની માંગ કરી રહ્યું છે.

Tags :
Donald TrumpGujarat FirstIndia vs USIndia vs US TariffIndia-US Trade Dealpm narendra modiTariff on India
Next Article