અમેરિકાની સ્કૂલમાં અંધાધૂધ ગોળીબાર, શિક્ષક સહિત 2 લોકોના મોત
- વિસ્કોન્સિન સ્કૂલ ગોળીબાર: ક્રિસમસ પહેલા દુ:ખદ ઘટના
- વિદ્યાર્થીનો ગોળીબાર: શિક્ષક સહિત બેના મોત
- અમેરિકાની ખાનગી સ્કૂલમાં ગોળીબારથી શોકની લહેર
- વિસ્કોન્સિન ગોળીબાર: હુમલાખોર સહિત ત્રણના મોત
Shooting at a school in America : અમેરિકાના વિસ્કોન્સિનમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં સોમવારે એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબાર થયો હતો. મળતી માહિતી અનુસાર, આ ગોળીબાર એક વિદ્યાર્થીએ કર્યો હતો, જેમાં સ્કૂલના શિક્ષક સહિત 2 લોકોના મોત નિપજ્યા છે. વિશેષ વાત એ છે કે આ ચોંકાવનારી ઘટના ક્રિસમસના એક અઠવાડિયા પહેલા બની છે, જેનાથી સમગ્ર શાળા અને સ્થાનિક લોકોમાં શોકની લહેર ફેલાઈ છે. સ્કૂલના અધિકારીઓ અને પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ગોળીબાર કરનાર હુમલાખોરનું પણ મોત થયું છે. ઘટના બાદ તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
17 વર્ષની વિદ્યાર્થીનીએ કર્યો હુમલો
અમેરિકાના વિસ્કોન્સિનમાં આવેલ એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારના રોજ ગોળીબારની ઘટના બની હતી. એક અધિકારીએ અમેરિકન મીડિયા હાઉસ સાથે વાત કરતાં જણાવ્યું કે ગોળીબાર કરનાર 17 વર્ષની વિદ્યાર્થીની હતી. મેડિસન પોલીસ ચીફ શોન બાર્ન્સેએ માહિતી આપી હતી કે, પોલીસે સ્થળ પર પહોંચતા પહેલાં જ હુમલાખોરનું મૃત્યુ થઈ ગયું હતું. શાળાના 390 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે આ ગોળીબારથી ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી કે હુમલાખોરે આ ગોળીબાર શા માટે કર્યો હતો. બાર્ન્સે પત્રકારોને વધુમાં કહ્યું કે, “આજનો દિવસ માત્ર મેડિસન માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખૂબ દુઃખદ છે.” પ્રારંભિક માહિતી અનુસાર, પોલીસે અગાઉ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જોકે ત્યારબાદ વધુ વિગત મળી રહી છે. આ હુમલામાં ઘાયલ થયેલા ઘણા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ગોળીબાર કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા કરી હતી. આ દુઃખદ ઘટનાએ સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને માતા-પિતાને હચમચાવી દીધા છે, જ્યારે સમગ્ર દેશમાં શોક અને નિરાશા ફેલાઈ છે.
હુમલાખોરે 9mm પિસ્તોલનો ઉપયોગ કર્યો
તપાસમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરે 9mm પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. મેડિસન પોલીસ ચીફ શોન બાર્ન્સે કહ્યું કે, “મને નથી ખબર કે શાળામાં મેટલ ડિટેક્ટર હતા કે નહીં, અને વાસ્તવમાં સ્કૂલોમાં મેટલ ડિટેક્ટર હોવા જોઈએ પણ નહીં. શાળાઓ સલામત જગ્યાઓ હોવી જોઈએ.” પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં કોર્ડન કરીને સુરક્ષા વધારી છે. મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન કોઈ ગોળી ચલાવવામાં આવી ન હતી.
આ પણ વાંચો: જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહથી ચકચાર!