સમુદ્રમાં વધી ભારતની તાકાત: INS એન્ડ્રોથ નૌસેનામાં સામેલ, જહાજમાં 80 ટકાથી વધુ સામગ્રી સ્વદેશી
- સમુદ્રમાં દુશ્મનોના દાંત થશે ખાટા! (INS Androth Commissioning)
- નૌકાદળમાં INS એન્ડ્રોથ થયું સામેલ
- વિશાખાપટ્ટનમમાં કમિશન સમારોહ
- એન્ટિ સબમરીન યુદ્ધ જહાજ એન્ડ્રોથ
- જહાજમાં 80 ટકાથી વધુ સામગ્રી સ્વદેશી
INS Androth Commissioning : ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થયો છે. નૌસેનાનું વધુ એક યુદ્ધજહાજ, INS એન્ડ્રોથ (Androth), આજે, 6 ઓક્ટોબર 2025ના રોજ, વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં કમિશન કરવામાં આવ્યું છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકર, ની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો હતો.
એન્ડ્રોથ ભારતની આત્મનિર્ભર ભારત પહેલનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે આ યુદ્ધજહાજમાં 80% પાર્ટ્સ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. આ યુદ્ધજહાજની ડિઝાઇન અને નિર્માણ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ ટાપુઓના એન્ડ્રોથ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે.
INS એન્ડ્રોથની મુખ્ય વિશેષતાઓ (INS Androth Commissioning)
એન્ડ્રોથ એ ભારતીય નૌસેનાનું બીજું એન્ટી-સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) છે. આ પહેલા સમાન શ્રેણીનું યુદ્ધજહાજ INS અર્નાલા 13 સપ્ટેમ્બર 2025ના રોજ કમિશન થઈ ચૂક્યું છે, અને આ કેટેગરીના અન્ય છ જહાજો નૌસેનામાં સામેલ કરવાની યોજના છે. INS એન્ડ્રોથની સૌથી મોટી વિશેષતા છીછરા પાણીમાં પણ સબમરીનનો શિકાર કરવાની ક્ષમતા છે. એટલે કે, તે દરિયાકિનારાની નજીકના છીછરા પાણીમાં છુપાયેલી સબમરીનને શોધીને તેને નષ્ટ કરી શકશે.
The #IndianNavy is set to commission #Androth, the second Anti-Submarine Warfare Shallow Water Craft (ASW-SWC), at a ceremonial event scheduled to be held on #06Oct 2025 at the Naval Dockyard, Visakhapatnam.
The ceremony will be presided over by VAdm Rajesh Pendharkar, #FoCinC,… pic.twitter.com/iAjFL74VAi
— SpokespersonNavy (@indiannavy) October 5, 2025
જહાજની લંબાઈ 77 મીટર (INS Androth Commissioning)
આ ક્ષમતાને કારણે ઈસ્ટર્ન નેવલ કમાન્ડને બંગાળની ખાડીમાં દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવામાં વધુ મજબૂતી મળશે. તેમાં આધુનિક સોનાર સિસ્ટમ, હળવા ટોર્પિડોઝ, ASW રોકેટ્સ, 30 મિલીમીટરની ગન અને 12.7 મિલીમીટરની રિમોટ કંટ્રોલ્ડ ગન જેવી ટેકનોલોજીથી સજ્જ છે. આ જહાજની લંબાઈ લગભગ 77 મીટર છે અને તેની મહત્તમ ઝડપ 25 નોટિકલ માઇલ છે.
ભારતીય નૌસેનાનો વર્તમાન કાફલો
ભારતીય નૌસેના પાસે 130 થી 140 જહાજોનો કાફલો છે, જેમાં યુદ્ધજહાજો, સબમરીન અને અન્ય જહાજોનો સમાવેશ થાય છે. નૌસેનાએ 2030 સુધીમાં આ કાફલાને વધારીને 150 થી 170 જહાજો સુધી પહોંચાડવાની યોજના બનાવી છે.
વર્તમાન કાફલામાં સામેલ મુખ્ય જહાજો:
- એરક્રાફ્ટ કેરિયર્સ: INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય.
- ડિસ્ટ્રોયર્સ: વિશાખાપટ્ટનમ, દિલ્હી, કોલકાતા, અને રાજપૂત ક્લાસ સહિત લગભગ 10.
- ફ્રિગેટ્સ: શિવાલિક, તલવાર, નીલગીરી અને બ્રહ્મપુત્ર ક્લાસ સહિત 12 થી 14.
- કોર્વેટ્સ: કમોર્તા, ખુખરી, કોરા, અર્નાલા અને એન્ડ્રોથ સહિત 20 થી 25.
- સબમરીન: કલવરી, સિંધુઘોષ અને INS અરિહંત ક્લાસ સહિત 16 થી 18.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI તરફ બૂટ ઉછાળવાનો પ્રયાસ કર્યો, 'સનાતનનું અપમાન નહીં સહીએ'ના નારા લગાવ્યા


