Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran fires missiles : ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર ભયાનક હુમલો કર્યો, છ મિસાઈલો ઝિંકી

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં સૌથી મોટા સમાચાર ઈરાનનો કતાર સ્થિત US એરબેઝ પર એટેક કતારના દોહાના આકાશમાં મોટાપાયે દેખાઈ ઈરાની મિસાઇલ કતારમાં ભારતીયોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ ઈરાનના સ્ટેટ ટીવીએ તમામ હુમલાની કરી પુષ્ટી   Iran fires missiles : ઈરાન ઈઝરાયેલ...
iran fires missiles   ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર ભયાનક હુમલો કર્યો  છ મિસાઈલો ઝિંકી
Advertisement
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધમાં સૌથી મોટા સમાચાર
  • ઈરાનનો કતાર સ્થિત US એરબેઝ પર એટેક
  • કતારના દોહાના આકાશમાં મોટાપાયે દેખાઈ ઈરાની મિસાઇલ
  • કતારમાં ભારતીયોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ
  • ઈરાનના સ્ટેટ ટીવીએ તમામ હુમલાની કરી પુષ્ટી

Iran fires missiles : ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી લીધા બાદ યુદ્ધ ચરમસીમાએ પહોંચી ચૂક્યુ છે. અમેરિકાએ ઈરાનના ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ હવે ઈરાને ((Iran fires missiles))જવાબી કાર્યવાહી કરી છે. ઈરાને કતાર(Qatar)માં આવેલા અમેરિકી એરબેઝ પર 6 મિસાઈલ દ્વારા હુમલો કર્યો છે. એક ઈઝરાયેલી અધિકારીએ આ હુમલાનો દાવો કર્યો છે. આ હુમલાને અમેરિકા પર ઈરાનની જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

Advertisement

ઈરાન અને અમેરિકા પણ આમને-સામને આવી ગયા

મિડલ ઈસ્ટમાં તણાવ ખુબ જ વધી રહ્યો છે. એક તરફ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની જંગ ભીષણ બની રહી છે, ત્યારે તેની વચ્ચે હવે ઈરાન અને અમેરિકા પણ આમને-સામને આવી ગયા છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે અમેરિકાએ ઈરાનના 3 ન્યૂક્લિયર સાઈટ્સને નિશાનો બનાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઈરાને કરેલી કાર્યવાહી બાદ વિશ્વભરમાં હલચલ વધી ગઈ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. જો કે ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલામાં કોઈ મોટી નુકસાની થઈ હોવાની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.

Advertisement

આ પણ  વાંચો -Israel Iran Conflict :એક સાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન

સાઉદી અરબ અને UAEએ બંધ કર્યા પોતાના એરસ્પેસ

ઈરાન દ્વારા કતાર પર મિસાઈલો છોડવામાં આવ્યા બાદ હવે સાઉદી અરબ અને યુએઈએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. દોહા અને કતારમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. દોહામાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે અને સાયરન પણ વાગવા લાગી છે. ત્યારે ભારતીય દૂતાવાસે પણ કતારમાં રહેલા તમામ ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Iran attack us Base : ઈરાનની 36 કલાક બાદ જવાબી કાર્યવાહી, અમેરિકન લશ્કરી મથક પર મોટો હુમલો

અમેરિકાને ધમકી આપી હતી.

કતારે કહ્યું કે મહેમાનો અને નાગરિકોની સુરક્ષા માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે. લંડનથી કતાર જઈ રહેલા વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને બ્રિટને પહેલાથી જ તેમના નાગરિકોને ચેતવણી આપી દીધી હતી. પરમાણુ ઠેકાણાઓ પર હુમલા બાદ ઈરાને અમેરિકાને ધમકી આપી હતી. ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે અમેરિકાને યોગ્ય જવાબ આપીશું. ઈરાને જે કહ્યું તે કર્યું.

ભારતે જાહેર ક્યું એલર્ટ

મધ્ય-પૂર્વમાં સ્થિતિ વણસી જતા ભારતે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ‘વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી કતાર સ્થિત ભારતીય સમુદાયને સાવધાન અને ઘરમાં રહે અને શાંતિ જાળવે. ત્યાં રહેતા ભારતીયો કતારના અધિકારીઓ નિર્દેશો અને માર્ગદર્શનનું પાલન કરે. આપણું દુતાવાસ સોશિયલ મીડિયા ચેનલોથી અપડેટ આપતું રહેશે.

Tags :
Advertisement

.

×