Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran-Israel War : ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર 3 વાર કર્યા મિસાઈલ એટેક્સ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મધ્યસ્થી અને યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઈઝરાયલ (Tel Aviv) ના તેલ અવીવ પર 3 વાર મિસાઈલ એટેક્સ કર્યા છે. વાંચો વિગતવાર.
iran israel war   ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર 3 વાર કર્યા મિસાઈલ એટેક્સ
Advertisement
  • યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને 3 વાર મિસાઈલ એટેક્સ કર્યા
  • ઈઝરાયલના તેલ અવીવમાં સાયરન વાગ્યા અને લોકો સુરક્ષિત સ્થળોએ દોડી ગયા
  • ઈઝરાયલને છેલ્લી ઘડી સુધી તેના હુમલાઓ માટે સજા આપશું - ઈરાનના વિદેશ પ્રધાન

Iran-Israel War : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવ્યો છે કે નહિ તે સવાલ વધુ ગૂંચવાડાભર્યો બની ગયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મધ્યસ્થી અને યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઈઝરાયલના તેલ અવીવ (Tel Aviv) પર 3 વાર મિસાઈલ એટેક્સ કર્યા છે. ઈઝરાયલી સંરક્ષણ દળે કહ્યું કે, ઈરાને 1 કલાકમાં 3 વખત મિસાઈલ હુમલા કર્યા છે અને તેમાં 4 ઈઝરાયલી નાગરિકો પણ માર્યા ગયા છે. ઈઝરાયલ પરના હુમલાને કારણે તેલ અવીવમાં સાયરન વાગ્યા અને લોકો સુરક્ષિત સ્થળોએ દોડી ગયા છે.

છેલ્લી ક્ષણ સુધી લડવા ઈરાન મક્કમ

યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી ઈરાનના હુમલાઓ દર્શાવે છે કે, તે છેલ્લા શ્વાસ સુધી લડવા માંગે છે. ઉપરાંત, તાજેતરના હુમલાઓ અમેરિકાને સંદેશ આપે છે કે ઈરાન કોઈના દબાણ હેઠળ યુદ્ધવિરામ સ્વીકારી રહ્યું નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તાજેતરના હુમલાઓ વિશે કહ્યું છે કે, આપણું શક્તિશાળી લશ્કરી દળ ઈઝરાયલને છેલ્લી ઘડી સુધી તેના હુમલાઓ માટે સજા આપશે. તેમણે કહ્યું, 'બધા ઈરાનીઓ સાથે, હું આપણા બહાદુર સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કરું છું જેઓ તેમના લોહીના છેલ્લા ટીપા સુધી દેશનું રક્ષણ કરવા તૈયાર છે અને જેમણે છેલ્લી ક્ષણ સુધી દુશ્મનના કોઈપણ હુમલાનો જવાબ આપ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Iran-Israel War : ઈરાને અમેરિકન બેઝ પર કરેલા હુમલા મુદ્દે વૈશ્વિક દેશોની પ્રતિક્રિયા

ઈરાનને પણ થયું છે ભારે નુકસાન

ઉલ્લેખનીય છે કે, 13 જૂને ઈઝરાયલ સામે શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાનને પણ ભારે નુકસાન થયું છે. ઈરાનના 3 મુખ્ય પરમાણુ મથકો ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન પર અમેરિકાએ બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે. ઈઝરાયલી હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચિફ હુસૈન સલામી સહિત ઘણા ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. આ ઉપરાંત, ઈરાનમાં લગભગ 1000 લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ ભારે નુકસાન થયું છે. ઈરાનને મધ્ય પૂર્વના કોઈપણ દેશનો ટેકો મળ્યો ન હતો અને તેને એકલા જ તેની લડાઈ લડવી પડી હતી. રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશોએ ઈરાનને નૈતિક ટેકો આપ્યો હતો.

આ પણ વાંચોઃ Iran-Israel ceasefire : ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત ઈરાને ફગાવી, ઈઝરાયલ મૌન

Tags :
Advertisement

.

×