Iran-Israel War : ઈરાનમાં સરકારી ચેનલ પર ઈઝરાયલની સ્ટ્રાઈક,જુઓ VIDEO
- ઈઝરાયલે ઈરાન પર કરી સ્ટ્રાઈક
- ઈરાનમાં સરકારી ચેનલ હુમલો
- LIVEમાં બેઠેલી એન્કર સીટ છોડીને ભાગી
Iran-Israel War : ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં તાજેતરમાં ભયાનક હુમલો કર્યો છે. મળતી માહિતી અનુસાર ઈઝરાયેલની મિસાઈલ સીધી જ ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ’ (Islamic Republic of Iran Broadcasting)ની બિલ્ડિંગ પર પડી છે, જેના કારણે લાઈવ સમાચાર કરી રહેલી એન્કરે ભાગવું પડ્યું છે.
હુમલો થતા LIVEમાં બેઠેલી એન્કર સીટ છોડીને ભાગી
ઈઝરાયલ ઈરાન પર સતત હુમલો કરી રહ્યા છે, તેણે તાજેતરમાં જ ઈરાનની સરકારી ચેનલની બિલ્ડિંગ પર હુમલો કર્યો છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક એન્કર ઓન-એર લાઈવ સમાચાર બુલેટિન કરી રહી હોય છે, ત્યારે ચેનલની બિલ્ડિંગ પર અચાનક હુમલો થતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન એન્કર તુરંત સીટ છોડીને ભાગતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો -Iran-Israel War : 'રાત્રે ઉંઘી નથી શકતા, ઘરે જવું છે', ઇરાનમાં ફસાયેલા ભારતીયોની પીડા
ભયાનક હુમલાથી આખો સ્ટૂડિયો હલી ગયો
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ઈઝરાયેલે મિસાઈલ હુમલો કર્યો ત્યારે સમાચાર ચેનલની ન્યૂઝ એન્કર સહાર ઈમામી લાઈલ બુલેટિન કરી રહી હતી. આ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો અને સ્ટુડિયોની લાઈટ બંધ-ચાલુ થવા લાગી. હુમલો થતા જ પ્રસાર અટકી ગયું હતું અને સ્ક્રીન બ્લેક થઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આખો સ્ટૂડિયો હલી ગયો હતો.
આ પણ વાંચો -
ઈઝરાયલના ઈરાન પર હુમલા યથાવત્
ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકા સાથે પરમાણુ ડીલ પર વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. બીજીતરફ ઈઝરાયલને પણ ઈરાનના પરમાણુ કાર્યક્રમથી વાંધો પડ્યો છે, જેના કારણે ઈઝરાયલે ઓપરેશન રાઈજિંગ હેઠળ 13 જૂનની રાત્રે ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામને નિશાન બનાવ્યા હતા. તેણે ઓપરેશન હેઠળ ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક સૈન્ય મથકો પર મોટા હુમલા કર્યા હતાં. જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રમુખ, વાયુસેનાના કમાન્ડર, અને પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ સહિત અનેક ટોચના અધિકારીઓ તેમજ પરમાણુ વિજ્ઞાનીઓ માર્યા ગયા હતાં. ઈઝરાયલી હુમલાએ ઈરાનના નતાંજ યુરેનિયમ એનરીચમેન્ટ સેન્ટરને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ 14 અને 15 જૂને પણ સામસામે હુમલાઓ થયા હતા.