Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘પૂર્વી કોંગોમાં ISIS સમર્થિત આતંકીઓનો ચર્ચ પર હુમલો, 21ના મોત, નાગરિકોમાં ભય’

કોંગોમાં ISIS સમર્થિત ADFનો કેથોલિક ચર્ચ પર હુમલો, 21 લોકોની હત્યા, ઘરો-દુકાનો સળગાવાયા
‘પૂર્વી કોંગોમાં isis સમર્થિત આતંકીઓનો ચર્ચ પર હુમલો  21ના મોત  નાગરિકોમાં ભય’
Advertisement
  • ‘પૂર્વી કોંગોમાં ISIS સમર્થિત આતંકીઓનો ચર્ચ પર હુમલો, 21ના મોત, નાગરિકોમાં ભય’
  • કોંગોમાં ISIS સમર્થિત ADFનો કેથોલિક ચર્ચ પર હુમલો, 21 લોકોની હત્યા, ઘરો-દુકાનો સળગાવાયા

પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના કોમાંડા શહેરમાં રવિવારે વહેલી સવારે એક કેથોલિક ચર્ચ પર ISIS સમર્થિત અલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) આતંકીઓએ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા. આ હુમલો રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો જેમાં આતંકીઓએ ચર્ચની અંદર અને બહાર લોકો પર ગોળીબાર કર્યો અને ઘણા ઘરો તેમજ દુકાનોને આગ લગાવી દેવામાં આવી હતી.

કોમાંડાના નાગરિક સમાજ સમન્વયક ડિયુડોન દુરંતબોએ એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું, “21થી વધુ લોકોને ચર્ચની અંદર અને બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી અને અમે ઓછામાં ઓછા ત્રણ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત ઘરોને પણ આગ લગાવી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તો અને મૃતદેહોની શોધ હજું ચાલુ છે.

Advertisement

ઇટુરી પ્રાંતમાં કોંગોની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જુલ્સ ન્ગોંગોએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી, પરંતુ નાગરિક નેતાઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. આ હુમલાથી પૂર્વી કોંગોમાં ફરી એકવાર ISISનો ડર ફેલાયો છે, જે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે.

Advertisement

ADF કેટલું ખતરનાક છે?

અલાઈડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) એ યુગાન્ડા અને કોંગોની સરહદી વિસ્તારોમાં સક્રિય એક આતંકવાદી જૂથ છે, જે 2019માં ISIS સાથે જોડાયું અને ઇસ્લામિક સ્ટેટ સેન્ટ્રલ આફ્રિકા પ્રોવિન્સ (IS-CAP) તરીકે પોતાની નિષ્ઠા જાહેર કરી. ADFની શરૂઆત 1990ના દાયકામાં યુગાન્ડામાં થઈ, જેનો હેતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીની સરકારને ઉથલાવી ઇસ્લામિક શાસન સ્થાપવાનો હતો. 2002માં યુગાન્ડાની સેનાના હુમલાઓ બાદ ADFએ પોતાની પ્રવૃત્તિઓ કોંગોમાં ખસેડી અને ત્યારથી હજારો નાગરિકોની હત્યા કરી છે.

ISIS સાથેનો સંબંધ:

ADFએ 2018માં ISIS સાથે સંબંધો સ્થાપ્યા અને 2019માં ઔપચારિક રીતે નિષ્ઠા જાહેર કરી. આ જૂથ નોર્થ કિવુ અને ઇટુરી પ્રાંતોમાં ગામડાઓ, ચર્ચ, અને શાળાઓને નિશાન બનાવે છે, જેમાં મોટાભાગે નાના હથિયારો અને મચેટી (છરી)નો ઉપયોગ કરે છે. આ હુમલાઓમાં ખ્રિસ્તી નાગરિકોને ખાસ નિશાન બનાવવામાં આવે છે.

આ પણ વાંચો- ‘નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… બીજેપી નેતાએ જણાવ્યું કારણ’

Tags :
Advertisement

.

×