Israel Iran Conflict :એક સાથે 50 ફાઇટર જેટ સાથે ઇઝરાયલનો ઈરાન પર હુમલો, સૈન્ય ઠેકાણા પર ભારે નુકસાન
- ઇઝરાયલે 50થી વધુ ફાઇટર જેટ મોકલ્યા
- ઈરાન પર ભયાનક હુમલા કર્યા
- ઈરાની સેનાના હથિયારોને ભારે નુકસાન
Iran-Israel War : ઇઝરાયલે 50થી વધુ ફાઇટર જેટ (Israeli Air Force)મોકલીને ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ ઇઝરાયલી સેના(IDF)એ તેહરાનમાં મુખ્ય કમાન્ડ સેન્ટરો અને સંપત્તિઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આઇડીએફએ કહ્યું કે, ‘તાજેતરમાં મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, તેમાં ઈરાની સેનાના હથિયારોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમે ઈરાન સેનાના હેડક્વાર્ટર, મિસાઇલ-રડાર પ્રોડક્શન સાઇટ અને મિસાઇલ સંગ્રહ સ્થળોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા છે.
ઇઝરાયલના હુમલામાં ઈરાનના અનેક મહત્ત્વના ઠેકાણા નાશ
આઇડીએફએ કહ્યું કે, ‘ઈરાન સરકારના અનેક સૈન્ય હેડક્વાર્ટર પર હુમલા થયા છે, જેમાં થરલ્લાહ હેડક્વાર્ટર સામેલ છે. હુમલાથી બચવા માટે બનાવાયેલા રિવોલ્યુશનરી ગાર્ડ્સના જનરલ હેડક્વાર્ટરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇઝરાયલી ફાઇટર જેટે ઈરાનની સુરક્ષા કરતાં અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના સૈયદ અલશહાદા બ્રિગેડ પર બોંબ ઝીંક્યા છે. અમે ઈરાન પર વધુ હુમલા શરુ કરી દીધા છે. અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે કાર્યવાહી ચાલુ રાખીશું.
🎯 A List of Targets Struck in Iran This Afternoon:
1. Command centers and assets belonging to the IRGC and internal security forces
2. 𝗕𝗮𝘀𝗶𝗷 𝗛𝗲𝗮𝗱𝗾𝘂𝗮𝗿𝘁𝗲𝗿𝘀- One of the IRGC’s central armed bases of power; responsible for enforcing Islamic law and reporting…— Israel Defense Forces (@IDF) June 23, 2025
આ પણ વાંચો -Iran attack us Base : ઈરાનની 36 કલાક બાદ જવાબી કાર્યવાહી, અમેરિકન લશ્કરી મથક પર મોટો હુમલો
ઈરાનના છ ઍરપોર્ટ પર હુમલો
ઇઝરાયલે વધુમાં કહ્યું કે, ‘અમારી સેના આઇડીએફએ પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ઈરાનમાં 6 ઍરપોર્ટ પર હુમલો કર્યો છે, જેમાં રનવે, ભૂગર્ભ હેંગર, રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ, F-14, F-5 અને AH-1 એરક્રાફ્ટનો નાશ કરવામાં આવ્યો. નાશ પામેલા એરક્રાફ્ટ IAF જેટને રોકવા માટે હતા. IAFએ આ ઍરપોર્ટ પરથી ટેક ઑફ ક્ષમતાઓ તેમજ ઈરાની સૈન્યની તેમના હવાઈ દળને ચલાવવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યું છે.
💥The IDF struck 6 regime airports across western, central, and eastern Iran, destroying runways, underground hangars, refueling aircraft, F-14, F-5 and AH-1 aircraft.
The destroyed aircraft were meant to stop IAF jets. The IAF impaired takeoff capabilities from these airports,… pic.twitter.com/eI1iKw4NqL
— Israel Defense Forces (@IDF) June 23, 2025
આ પણ વાંચો -IRAN-ISRAEL CONFLICT : ટ્રમ્પને IRGC ની ધમકી, કહ્યું 'યુદ્ધ તમે શરૂ કર્યું, અમે અંત લાવીશું'
ઇઝરાયલનો પણ ફોર્ડોમાં હુમલો, ઈરાને પણ મિસાઇલો છોડી
અમેરિકા બાદ હવે ઇઝરાયલ તરફથી ઈરાનના ફોર્ડો સ્થિત અંડરગ્રાઉન્ડ પરમાણુ મથક પર હુમલો થયો છે. જેનો વળતો જવાબ આપતાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોનનો વરસાદ કર્યો છે. ઈરાને અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા પરમાણુ મથકો પર હુમલાના કારણે અમને અમેરિકાના સૈન્ય મથકો પર હુમલો કરવાની છૂટ મળી છે. રવિવારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથક પર હુમલો કરી યુદ્ધમાં એન્ટ્રી લીધી હતી.


