Israel Gaza War: અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરીશું : નેતન્યાહૂ
- ખાન યુનુસ વિસ્તાર તાત્કાલીક ખાલી કરવા આદેશ
- નેતન્યાહૂના નિવેદનથી મચાવ્યો ખળભળાટ
- નેતન્યાહૂએ એક વીડિયો પોસ્ટ કર્યો
Israel Gaza War:ઈઝરાયલી (Israel Gaza War)સેનાએ સતત પાંચ દિવસથી ગાઝા પર ભયાનક હુમલો કરતાં 320 લોકોના મોત થયા છે. સેનાના મિસાઈલ સહિતના હુમલામાં શરણાર્થી શિબિરો અને હોસ્પિટલને મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin netanyahu)આખા ગાઝા પર કબજો જમાવવાની વાત કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
ખાન યુનુસ વિસ્તાર તાત્કાલીક ખાલી કરવા આદેશ
નેતન્યાહૂના નિર્ણય બાદ ઈઝરાયલી સેના (IDF)એ પૂરજોશમાં અભિયાન શરૂ કરી દઈધું છે. આઈડીએફએ દક્ષિણ ગાઝાના ખાન યુનુસની આસપાસના વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પેલેસ્ટાઈની લોકોને તાત્કાલીક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે.
આ પણ વાંચો -શું કોરોના વાયરસ ફરી ફૂંફાડો મારી રહ્યો છે? હોંગકોંગ-સિંગાપુર અને થાઇલેન્ડમાં ભયજનક સ્થિતિ
અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરીશું : નેતન્યાહૂ
ઈઝરાયલી સેનાએ ગાઝામાં મોટાપાયે નવું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. નેતન્યાહૂએ ટેલીગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘યુદ્ધ ખૂબ ગંભીર છે અને અમે આગળ વધી રહ્યા છીએ. અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરી લઈશું. અમે હાર નહીં માનીયે. સફળતા મેળવવા માટે અમારે એવું કામ કરવું પડશે, જેને અટકાવી ન શકાય.
આ પણ વાંચો -Israel Attack on Gaza: ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો,150 લોકોના મોત
‘બંધકો છોડ્યા બાદ જ પ્રસ્તાવ પર વાત કરીશું’
ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે,‘વ્યવહારિક અને રાજદ્વારી કારણોસર આપણે ગાઝાની વસ્તીને દુષ્કાળ તરફ ન જવા દેવી જોઈએ. ઈઝરાયલના મિત્ર દેશો પણ ભુખમરાની તસવીરોને સહન નહીં કરે.’ નેતન્યાહૂએ ગઈકાલે (18 મે) યુદ્ધવિરામ માટે કેટલીક શરતો મુકી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી અમારા તમામ બંધકોને છોડવામાં ન આવે, ત્યાં સુધી કોઈપણ પ્રસ્તાવ પર કોઈ વાતચીત થશે નહીં. નેતન્યાહૂએ યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે, ‘ગાઝાને સંપૂર્ણ હથિયારોથી ખાલી કરી દેવું જોઈએ, હમાસના આતંકવાદીઓએ ગાઝા છોડી દેવું પડશે.