Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇઝરાયેલ-હમાસ શાંતિ યોજના પર સહમતિ: ટ્રમ્પે કરી મોટી જાહેરાત

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક પગલાની જાહેરાત કરી. પ્રથમ તબક્કામાં 20 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરાશે અને માનવતાવાદી સહાય માટે ક્રોસિંગ ખોલાશે.
ઇઝરાયેલ હમાસ શાંતિ યોજના પર સહમતિ  ટ્રમ્પે કરી મોટી જાહેરાત
Advertisement
  • ઈઝરાયલ અને હમાસના શાંતિ પ્રસ્તાવ પર હસ્તાક્ષર (Israel Hamas Peace Plan)
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત
  • શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કામાં હસ્તાક્ષર કરાયા
  • બંધકોની મુક્તિ, સૈન્ય વાપસી અંગે થશે અમલવારી
  • મજબૂત, સ્થાયી અને શાશ્વત શાંતિનું પ્રથમ પગલુંઃ ટ્રમ્પ

Israel Hamas Peace Plan : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના તેમના પ્રયાસોમાં મોટી સફળતાનો દાવો કર્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે બંને પક્ષોએ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર સંમતિ દર્શાવી છે અને તેના પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે આ પગલાને ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવી છે.

પ્રમુખ ટ્રમ્પનું નિવેદન: 'સૌથી મોટો દિવસ' (Israel Hamas Peace Plan)

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ જાહેરાત દરમિયાન કતાર, ઇજિપ્ત અને તુર્કીનો મધ્યસ્થી પ્રયાસો માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું: "આ આરબ અને મુસ્લિમ જગત, ઇઝરાયેલ, આસપાસના તમામ દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે એક મહાન દિવસ છે. તમામ બંધકોને ખૂબ જ જલ્દી મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલ તેના સૈનિકોને એક નિશ્ચિત મર્યાદા સુધી પાછા ખેંચી લેશે, જે એક મજબૂત, ટકાઉ અને કાયમી શાંતિની દિશામાં પહેલું પગલું હશે." તેમણે ખાતરી આપી કે તમામ પક્ષો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે.

Advertisement

Advertisement

શાંતિ યોજનાના પ્રથમ તબક્કામાં શું થશે? (Israel Hamas Peace Plan)

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના શાંતિ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે:

  • માનવતાવાદી સહાય: ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી સહાય પહોંચાડવા માટે પાંચ ક્રોસિંગ ખોલવામાં આવશે.
  • બંધકોની મુક્તિ: પ્રથમ તબક્કામાં 20 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે.
  • કેદીઓની મુક્તિ: ઇઝરાયેલ પણ તેની જેલોમાંથી પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. જોકે, તેમની સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
  • સમયરેખા: માનવામાં આવે છે કે આ મુક્તિ પ્રક્રિયા 72 કલાકની અંદર પૂરી કરવી પડશે, જે શાંતિ વાટાઘાટોની સફળતાની પ્રથમ કસોટી હશે.
  • નકશામાં ફેરફાર: ગાઝા પરત ફરવાના નકશામાં પણ ફેરફારો કરવામાં આવશે.

ઇઝરાયેલના PM નેતન્યાહૂની પ્રતિક્રિયા

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શાંતિ યોજનાના પ્રથમ તબક્કાને મંજૂરી આપવા બદલ આ પગલાને 'રાષ્ટ્રીય અને નૈતિક વિજય' ગણાવ્યો. "મેં શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું હતું, જ્યાં સુધી અમારા તમામ બંધકો પાછા નહીં આવે અને અમારા તમામ લક્ષ્યો પૂરા નહીં થાય, અમે શાંતિથી બેસીશું નહીં.

હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું

દૃઢ સંકલ્પ, શક્તિશાળી સૈન્ય કાર્યવાહી અને અમારા મહાન મિત્ર તથા સહયોગી રાષ્ટ્રપતિ ટ્રમ્પના અથાગ પ્રયાસોથી, અમે આ મહત્ત્વપૂર્ણ મોડ પર પહોંચ્યા છીએ. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ, તેમની ભાગીદારી અને ઇઝરાયેલની સુરક્ષા, અમારા બંધકોની સ્વતંત્રતા પ્રત્યેની તેમની અતુટ પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું."

યુદ્ધની પૃષ્ઠભૂમિ

આ સમજૂતી ઇજિપ્તમાં અનેક દિવસો સુધી ચાલેલી વાતચીત પછી થઈ છે, જ્યાં અમેરિકા, ઇઝરાયેલ, ઇજિપ્ત અને કતારના વાટાઘાટકારો ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત કરાયેલ કરારની રૂપરેખા પર કામ કરી રહ્યા હતા. આ યુદ્ધ 7 ઑક્ટોબર, 2023ના રોજ શરૂ થયું હતું, જ્યારે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી હતી અને 251 લોકોને બંધક બનાવ્યા હતા. ઑક્ટોબર 2023થી અત્યાર સુધીમાં ગાઝામાં 67 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : ભારતીય સેનાની ચેતવણી બાદ પાક.સંરક્ષણ મંત્રીએ દહેશતમાં આપ્યું આ નિવેદન

Tags :
Advertisement

.

×