Israel Hamas War : બ્રિટને UN માં પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા તૈયારી દર્શાવી
- Israel Hamas War માં ઈઝરાયલને વધુ એક ઝટકો લાગ્યો
- બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં Palestine ને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા તૈયારી દર્શાવી
- ફ્રાન્સ બાદ બ્રિટનનો સહકાર પેલેસ્ટાઈનને મળવો તે ઈઝરાયલ માટે મોટો સેટબેક છે
Israel Hamas War : પેલેસ્ટાઈન (Palestine) ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે ફ્રાન્સ બાદ હવે બ્રિટને તૈયારી દર્શાવી છે. આ ઘટના ઈઝરાયલ માટે મોટા સેટબેક સમાન છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) એ પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે હામી ભરી છે. ઈઝરાયલ પર દબાણ લાવવા માટે પેલેસ્ટાઈન રાષ્ટ્રને માન્યતા આપવાની જાહેરાત કરનાર ફ્રાન્સ પ્રથમ G-7 દેશ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રથમ કાયમી સભ્ય દેશ બન્યો છે.
બ્રિટને તૈયારી દર્શાવી
ફ્રાન્સની આ પહેલ બાદ હવે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર (Keir Starmer) એ કહ્યું કે, જો ઈઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ તરફ પગલાં નહિ ભરે તો બ્રિટન સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટથી રજૂ કરેલા પોતાના સંબોધનમાં, તેમણે કહ્યું, અમે પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ત્યારે જ માન્યતા આપીશું જ્યારે તે બે-રાષ્ટ્ર ઉકેલ માટે સૌથી અસરકારક અને નિર્ણાયક ક્ષણ હશે જેથી તે સાચી શાંતિ પ્રક્રિયામાં ફાળો આપી શકે. સ્ટાર્મરે હમાસને પણ 7 ઓક્ટોબરે પકડાયેલા તમામ ઈઝરાયલી બંધકોને તાત્કાલિક મુક્ત કરવા, તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થવા, શસ્ત્રો છોડી દેવાનું પ્રતિબદ્ધ કરવા અને ગાઝાના શાસનમાં કોઈ ભૂમિકા ભજવશે નહીં તે સ્વીકારવા પણ કહ્યું છે.
UK Prime Minister Keir Starmer Recognises a Palestinian State and will Join France to Vote for it @UN in September 2025. Hamas is directly Winning this War against Israel for the Palestinian State. pic.twitter.com/aTa5pC8IDR
— B i a f r a T w i t t e r 🕊️ (@BiafranTweets) July 29, 2025
આ પણ વાંચોઃ Gujarat ATS દ્વારા મોટી કાર્યવાહી, અલ કાયદાની મહિલા આતંકવાદી શમા પરવીનની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પ અને કીર સ્ટાર્મર વચ્ચે મુલાકાત
બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, તેમની અપીલમાં સંયુક્ત રાષ્ટ્રને સહાય પુરવઠો ફરી શરૂ કરવાની મંજૂરી આપવાનો અને પશ્ચિમી મેટ પર કોઈ કબજો રહેશે નહીં તે સ્પષ્ટ કરવાનો સમાવેશ થાય છે. તેમણે ફરીથી ભાર મુક્યો કે, સપ્ટેમ્બરમાં તેનું મૂલ્યાંકન કરવામાં આવશે કે પક્ષોએ તેની શરતો કેટલી હદે પૂર્ણ કરી છે. સ્ટાર્મરે કહ્યું કે, તેમણે સ્કોટલેન્ડમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથેની વાતચીત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેનાથી ગાઝામાં માનવતાવાદી પુરવઠો ફરી શરૂ કરવાના મોટા પ્રયાસનો માર્ગ મોકળો થયો. અમારું લક્ષ્ય એક સુરક્ષિત ઈઝરાયલ તેમજ સક્ષમ અને સાર્વભૌમ પેલેસ્ટિનિયન રાજ્ય છે.
ઈઝરાયલની તીખી પ્રતિક્રિયા
બ્રિટનની જાહેરાત બાદ ઈઝરાયલ PM નેતન્યાહૂની તીખી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બ્રિટન પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપીને આતંકી સંગઠન હમાસને ઈનામ આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ New Jersey : એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ભીષણ ગરમી, હિટ એલર્ટ જાહેર કરાયું


