વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના PM નેતાન્યાહુ વચ્ચે સંવાદ, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
- ઇઝરાયલના PM નેતાન્યાહુએ જૂના અને ભરોસેમંદ મિત્રને ફોન લગાવ્યો
- બંને દેશના નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓને લઇને ચર્ચા-વિચારણા કરી
- વડાપ્રધાન મોદીએ શાંતિપૂર્ણ ઉકેલ પર ભાર મુક્યો
PM Narendra Modi And Israel PM Netanyahu Talk : બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો ફોન આવ્યો છે. જેમાં બંને નેતાઓએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. તેઓ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા સંમત થયા છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિથી લઈને ગાઝાની શાંતિ યોજના સુધી, બંને વૈશ્વિક નેતાઓએ શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારત હંમેશા એવા પ્રયાસને સમર્થન આપે છે, જે આ ક્ષેત્રમાં કાયમી અને ન્યાયી શાંતિ જાળવી રાખવામાં ફાળો આપે છે.
ભાગીદારીને આગલા સ્તરે લઇ જવાનો સમય
મહત્વપૂર્ણ ફોન કોલ બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા સાથે શરૂ થયો છે. પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂએ સ્વીકાર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે, અને હવે તેને આગલા સ્તર પર લઈ જવાનો સમય આવી ગયો છે. બંને દેશો પહેલાથી જ ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે. વાતચીતમાં વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો કે, ભવિષ્યમાં આ ભાગીદારી વધુ ઝડપથી વધશે.
કોઇ પણ સ્વરૂપે સહન નહીં
બંને વૈશ્વિક નેતાઓએ તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદની કડક નિંદા કરી છે. વાતચીત દરમિયાન પીએમ મોદી અને નેતન્યાહૂએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિઓને કોઈપણ સ્વરૂપમાં સહન કરવામાં આવશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિશ્વ આતંકવાદના નવા ખતરા અને પડકારોનો સામનો કરી રહ્યું છે.
'ભારત શાંતિનો પક્ષ લે છે' - પીએમ મોદી
ફોન કોલ દરમિયાન, પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત કોઈપણ એવી પહેલને સમર્થન આપે છે જે ન્યાયી અને ટકાઉ શાંતિ લાવી શકે. તેમણે ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે અગાઉ તણાવ ઓછો કરવા અને માનવતાવાદી સહાય વધારવાની હિમાયત કરી છે. બંને નેતાઓ સંમત થયા હતા કે તેઓ નિયમિત સંપર્કમાં રહેશે અને વર્તમાન મુદ્દાઓ પર સહયોગ ચાલુ રાખશે.
આ પણ વાંચો ----- Donald Trump ની લવારી, મહિલા સેક્રેટરી અંગે કહ્યું, 'તેનો ચહેરો સુંદર, અને હોઠ મશીન ગન જેવા છે'


