Israel Terrorist Attack:બસ સ્ટેશન પર ઉભેલા લોકોને કારથી કચડ્યાં, સાત ઇજાગ્રસ્ત
- ઇઝરાયલમાં શંકાસ્પદ આતંકવાદી હુમલો
- પોલીસ પર છરી વડે હુમલો બાદ ધરપકડ
- ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા તૈયનત કરાઇ
Israel Terrorist Attack: ઇઝરાયલના હાઇફામાં એક કારે અનેક રાહદારીઓને ટક્કર મારી, જેમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડેઇલી મેઇલના અહેવાલ અનુસાર, પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સુરક્ષા દળોએ હાઇફા શહેરની દક્ષિણે આવેલા (Israel Terrorist Attack)કરકુર ખાતેથી આરોપીની ધરપકડ કરી લીધી છે.
આતંકવાદીઓએ છરીઓથી પણ હુમલો કર્યો
પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ પહેલા બસ સ્ટેશન પર ઘણા લોકોને કચડી નાખ્યા અને પછી અન્ય લોકો પર છરીઓથી હુમલો કર્યો. ઇઝરાયલના ઇમરજન્સી મેડિકલ સર્વિસના અધિકારી મેગેન ડેવિડે જણાવ્યું હતું કે તેમની ટીમ ઘટનાસ્થળે સાત લોકોની સારવાર કરી રહી હતી, જેમાંથી એકની હાલત ગંભીર હતી.
Just now -
A terrorist vehicular attack incident has occurred at the Karkur intersection near Alonit. 10 injured people are being treated.
The terrorist was neutralized at Gan Shmuel. pic.twitter.com/E9BtEQVMIm
— The Mossad: Satirical and Awesome (@TheMossadIL) February 27, 2025
આ પણ વાંચો -‘જો મસ્કથી ખુશ નથી તો બહાર કાઢી મૂકીશ’, ટ્રમ્પે કેબિનેટના સભ્યોને ગર્ભિત ધમકી આપી
ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ દરમિયાન થયો
ઇઝરાયલ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે,'યાત્રીઓ કારકુર બસ સ્ટેશન પર ઊભા હતા ત્યારે એક વાહને ઘણા લોકોને ટક્કર મારી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે.'આ આતંકવાદી હુમલો પેલેસ્ટિનિયન જૂથ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ દરમિયાન થયો છે.
આ પણ વાંચો -તમામ રીતે અસફળ રાષ્ટ્ર UN માં આવીને લેક્ચર આપે છે... ભારતે કાઢી પાકિસ્તાનની ઝાટકણી
યુદ્ધવિરામ દરમિયાન હુમલો
ગાઝામાં 19 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે. આ સમય દરમિયાન હમાસ 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે.ત્યારે ઇઝરાયલ તેના એક બંધકના બદલામાં દરરોજ 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.દરેક ઇઝરાયલી મહિલા સૈનિક માટે 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા પછી ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી.હમાસે આજે સવારે 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહ પરત કર્યા છે. હમાસ દ્વારા પરત કરાયેલા ચારેય બંધકોના મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.


