Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamaica : ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબાર, 5ના મોત; અનેક ઘાયલ

જમૈકામાં ફૂટબોલ મેચમાં ભયંકર ફાયરિંગ ફૂટબોલ રમતમાં 5 લોકોના મોત, અનેક ઘાયલ ગેગવોર સાથે જોડાયેલી ઘટના Firing in Jamaica : ફૂટબોલ જગતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન થયેલા ફાયરિંગમાં 5 લોકોના...
jamaica   ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબાર  5ના મોત  અનેક ઘાયલ
Advertisement
  • જમૈકામાં ફૂટબોલ મેચમાં ભયંકર ફાયરિંગ
  • ફૂટબોલ રમતમાં 5 લોકોના મોત, અનેક ઘાયલ
  • ગેગવોર સાથે જોડાયેલી ઘટના

Firing in Jamaica : ફૂટબોલ જગતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન થયેલા ફાયરિંગમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. આ ફાયરિંગમાં ઘાયલ થનારા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણવા મળી નથી.

ફૂટબોલ મેચ દરમિયાન ફાયરિંગ

ફાયરિંગની ઘટના સોમવારે રાત્રે જમૈકાના રાજધાની કિંગ્સટનમાં એક ફૂટબોલ મેચ દરમિયાન બની હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગના કારણોને સમજવા માટે તપાસ ચાલુ છે. જમૈકાના ગ્લેનર અખબાર અનુસાર, ફૂટબોલ મેચ પ્લેઝન્ટ હાઇટ્સમાં યોજાઈ રહી હતી, જે ભૂતકાળમાં હિંસાથી પ્રભાવિત હતી. પ્લેઝન્ટ હાઇટ્સ અગાઉ વેરીકા હિલ્સ તરીકે ઓળખાતી હતી. આ વિસ્તારમાં ખરાબ માહોલના કારણે પોલીસે 48 કલાકનો કર્ફ્યુ લાગાવી દીધું છે.

Advertisement

ઘટના ગેંગ વોર સાથે જોડાયેલી

જમૈકાના ગ્લેનર અખબારમાં સમાચાર મુજબ, કિંગ્સટન પૂર્વ પોલીસના ચીફ સુપરિન્ટેન્ડન્ટ ટોમલી ચેમ્બર્સે જણાવ્યું હતું કે, ગોળીબાર સવારે 8 વાગ્યાના થોડા સમય પછી થયો હતો. ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એ પણ જણાવ્યું હતું કે આ ઘટના ગેંગ વોર સાથે જોડાયેલી છે કે નહીં તે સ્પષ્ટપણે જણાવવું મુશ્કેલ છે. સ્થાનીક પ્રશાસન દ્વારા અપરાધ અને હિંસા ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટના સ્થાનિક લોકોમાં ચિંતાનો વિષય બની રહી છે. હાલ સુધી પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું નથી કે આ ફાયરિંગનું ચોક્કસ કારણ શું હતું.

Advertisement

આ પણ વાંચો:  આતંકવાદી પન્નુની Air India ને ઉડાવી દેવાની ધમકી, મુસાફરોને આ તારીખ સુધી યાત્રા ન કરવા આપી સલાહ

Tags :
Advertisement

.

×