Japan Airline: ટેક ઓફ થયાના 10 મિનિટમાં પ્લેન 26000 ફૂટ નીચે....191 મુસાફરોના જીવ અધ્ધર
- જાપાનમાં બોઇંગ 737નું એક વધુ પ્લેન દુર્ઘટના ટળી
- જાપાનની રાજધાની ટોકિયો જઇ રહ્યું હતું
- 26 હજાર ફૂટ પ્લેન નીચે આવતા લોકો જીવ અધ્ધર
Japan Airline : જાપાનમાં બોઇંગ 737નું એક વધુ પ્લેન(Boeing plane fell) દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચ્યું. આ પ્લેન ચીનથી ટેકઓફ કરીને જાપાનની (Japan Airlines)રાજધાની ટોકિયો જઇ રહ્યું હતું. શંઘાઇમાં ટેકઓફ કરતા જ પ્લેનમાં ખામી આવી ગઇ અને અચાનક જ નીચે આવવા લાગી. લગભગ 26 હજાર ફૂટ ઉપરથી પ્લેન નીચે પડતા જોઇને મુસાફરોએ ગુડબાય નોટ લખીને રાખી હતી, જો કે અંતમાં પ્લેનનું સેફ લેન્ડિંગ થયુ અને તમામ મુસાફરો સહિસલામત નીચે ઉતર્યા.
પ્લેનમાં હતા 191 મુસાફરો
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ મુજબ આ બોઇંગના આ વિમાનમાં 191 યાત્રીઓ સવાર હતા. પાયલટ અને ક્રૂ મેમ્બર સહિત પ્લેનમાં કુલ 200 લોકો સવાર હતા. મોટાભાગના યાત્રીઓ ચીનના હતા અને ટોક્યો જઇ રહ્યા હતા.
A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.
Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5
— FL360aero (@fl360aero) July 1, 2025
આ પણ વાંચો -Bangladesh: પૂર્વ PM Sheikh Hasina ને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું
જાપાન સરકારના જણાવ્યા મુજબ કેબિનમાં કંઇક ટેક્નિકલ ખામી આવતા આ સમસ્યા સર્જાઇ હતી. પાયલટે તેને સુધારવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેબિનમાં હવાના દબાણને મેન્ટેન રાખનારા પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ફોલ્ટ હોવાની જાણ થતા એલર્ટ આપ્યુ ત્યારે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરનો સંર્પક કર્યો .
આ પણ વાંચો -Dalai Lamaના નિવેદનથી ડ્રેગનને લાગ્યો ઝટકો, કહ્યુ ઉત્તરાધિકારી તો અમે જ....
એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યુ
ફ્લાઇટ નીચે ઉતરતાની સાથે જ એર હોસ્ટેસએ વોર્નિંગ આપી દીધી. વોર્નિંગ સાંભળતા જ ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઇ. લોકોમાં ડર જોવા મળ્યો. મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. કોઇકે તો ગુડ બાય નોટ લખી રાખી. તો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. પ્લેન લેન્ડ થયાના એક કલાક સુધી યાત્રીઓને બહાર નહોતા કાઢવામાં આવ્યા. જાપાન એરલાઇન્સે આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યુ અને 10 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.


