Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશમાં ‘Joy Bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન

બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનના પ્રતીકોને ધીમે-ધીમે ભૂંસવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ એક્શન ત્યારે જોવા મળી જ્યારે ચલણી નોટોમાંથી શેખ મુજીબની તસવીર હટાવી દેવામાં આવી હતી. હવે ‘Joy Bangla’ નારાને રાષ્ટ્રીય સ્લોગનના દરજ્જાથી દૂર કરવામાં આવ્યું છે.
બાંગ્લાદેશમાં ‘joy bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન
Advertisement
  • "Joy Bangla" નારાને રાષ્ટ્રીય સ્લોગનમાંથી હટાવવાનો લેવાયો નિર્ણય
  • બાંગ્લાદેશમાં રાજકીય પરિવર્તન: શેખ મુજીબના વારસા પર પ્રહાર?
  • "Joy Bangla" : ઇતિહાસ બદલવાની કોશિશ કે કાનૂની પ્રક્રિયા?

Joy Bangla Slogan : બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનના પ્રતીકોને ધીમે-ધીમે ભૂંસવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ એક્શન ત્યારે જોવા મળી જ્યારે ચલણી નોટોમાંથી શેખ મુજીબની તસવીર હટાવી દેવામાં આવી હતી. હવે ‘Joy Bangla’ નારાને રાષ્ટ્રીય સ્લોગનના દરજ્જાથી દૂર કરવામાં આવ્યું છે. 1971ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રતીક સમાન આ નારા, શેખ મુજીબુર રહેમાનના કાર્યકાળમાં લોકપ્રિય બન્યું હતું. 2020માં શેખ હસીનાની સરકારના કાર્યકાળ દરમિયાન હાઈકોર્ટે તેને રાષ્ટ્રીય સ્લોગન તરીકે જાહેર કરીને તેનું સરકારી કાર્યક્રમોમાં, રાષ્ટ્રીય દિવસો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત પ્રયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો હુકમ અને પ્રતિક્રિયાઓ

મંગળવારે બાંગ્લાદેશના સુપ્રીમ કોર્ટના એપેલેટ વિભાગે હાઈકોર્ટના આ ઐતિહાસિક નિર્ણય પર સ્ટે મુક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૈયદ રિફાત અહમદના નેતૃત્વ હેઠળની 4 સભ્યોની બેન્ચે ‘Joy Bangla’ને રાષ્ટ્રીય સ્લોગનના દરજ્જાથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એડિશનલ એટર્ની જનરલ અનિક આર હકે જણાવ્યુ કે, હવે આ નારાને રાષ્ટ્રીય સ્લોગન તરીકે માન્યતા આપવામાં આવશે નહીં.

Advertisement

શેખ મુજીબના વારસાને ખતમ કરવાનો પ્રયાસ?

છેલ્લા કેટલાક મહિનાઓમાં બાંગ્લાદેશના રાજકીય અને સાંસ્કૃતિક પ્રતીકોમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. શેખ મુજીબુર રહેમાનની તસવીર નોટોમાંથી હટાવવાના નિર્ણય પછી હવે ‘Joy Bangla’ને રાષ્ટ્રીય સ્લોગનમાંથી દૂર કરવું, શેખ મુજીબના સમર્થકો માટે ચિંતાનો વિષય બન્યું છે. તેઓ આ પગલાને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રતીકો અને શેખ મુજીબના વારસા વિરુદ્ધ ષડયંત્ર ગણાવી રહ્યા છે.

Advertisement

શેખ હસીના સરકાર બાદનું પરિવર્તન

2024માં શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશના રાજકીય ચિત્રમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. 'Joy Bangla'ને હટાવવાને આ પરિવર્તનનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે. જો કે, આ સૂત્ર માત્ર રાજકીય ઓળખ જ નહીં પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનું ભાવનાત્મક પ્રતીક પણ હતું.

રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પ્રશ્નો

આ મોરચે વચગાળાની સરકારનું તર્ક છે કે આ માત્ર ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ મુજીબના સમર્થકોને શંકા છે કે આ નિર્ણય રાજકીય ઇતિહાસ બદલવાની વ્યૂહરચનાનો ભાગ છે. શું આ નારાનું ખતમ કરવું એક કાનૂની પ્રકારે ઉકેલવામાં આવેલ મુદ્દો છે કે તે ઇતિહાસને બદલવાની કોશિશ છે? આ પ્રશ્ન બાંગ્લાદેશના રાજકીય ભવિષ્ય માટે નવી દિશા નક્કી કરશે.

આ પણ વાંચો:  Bangladesh માં કટ્ટરપંથીઓએ Iskcon Temple ની મૂર્તિઓ તોડીને ખાખ કરી નાખ્યું

Tags :
Advertisement

.

×