ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Justin Trudeau with Chair: જતા-જતા સંસદમાંથી ખુરશી ઉઠાવીને લઈ ગયા જસ્ટિન ટ્રુડો, કેમેરા સામે જીભડો કાઢ્યો

જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું કેમેરા સામે જીભ પણ બહાર કાઢી જસ્ટિન ટ્રુડોના વાયરલ ફોટો સામે આવ્યો Justin Trudeau with Chair: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું (Trudeau takes his seat)આપી દીધું છે અને સંસદમાંથી...
03:35 PM Mar 12, 2025 IST | Hiren Dave
જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું કેમેરા સામે જીભ પણ બહાર કાઢી જસ્ટિન ટ્રુડોના વાયરલ ફોટો સામે આવ્યો Justin Trudeau with Chair: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું (Trudeau takes his seat)આપી દીધું છે અને સંસદમાંથી...
Justin Trudeau Viral Photo

Justin Trudeau with Chair: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેમના પદ પરથી રાજીનામું (Trudeau takes his seat)આપી દીધું છે અને સંસદમાંથી જતી વખતનો તેમની ખૂબ જ રસપ્રદ અને રમુજી અંદાજ વાયરલ થઈ રહ્યો છે. જસ્ટિન ટ્રુડોના વાયરલ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે તેઓ પોતાની ખુરશી (Justin Trudeau with Chair)ઉઠાવીને લઈ જઈ રહ્યા છે અને કેમેરા સામે જીભ પણ બહાર કાઢી રહ્યા છે. કેનેડાની સંસદીય પરંપરા મુજબ, જ્યારે કોઈ સાંસદ સંસદ છોડે છે, ત્યારે તે પોતાની ખુરશી પોતાની સાથે લઈ જઈ શકે છે.

 

આગામી ચૂંટણીનો મોટો સંકેત

ટોરોન્ટો સનના રાજકીય કટારલેખક બ્રાયન લીલીએ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ એક સારી પરંપરા છે, પરંતુ ટ્રુડોની આ અંદાજમાં બહાર નીકળતી તસવીર થોડો વિચિત્ર લાગી. તેમણે એવી પણ આગાહી કરી કે જસ્ટિન ટ્રુડોની આ તસવીર આગામી ચૂંટણીઓનો એક મોટો સંકેત હોઈ શકે છે.

આ પણ  વાંચો - Pakistan Train Hijack : સેનાએ 104 લોકોને બચાવ્યા, અથડામણમાં પાકિસ્તાનના 30 સૈનિક માર્યા ગયા

વિદાય ભાષણમાં શું બોલ્યા ટ્રુડો?

પોતાના વિદાય ભાષણમાં, ટ્રુડોએ છેલ્લા દસ વર્ષમાં લિબરલ પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેમને એ વાત પર ખૂબ જ ગર્વ છે કે તેમની સરકારે મધ્યમ વર્ગ અને તેમાં સામેલ થવા માટે સખત મહેનત કરનારાઓ માટે શું-શું કર્યું. આ ઉપરાંત, તેમણે સમર્થકોને અપીલ કરતા કહ્યું કે તેઓ કેનેડાને વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવી રાખવા માટે તેમની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે.

આ પણ  વાંચો -PM મોદીને મળ્યું મોરેશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય

માર્ક કાર્ની બન્યા નવા નેતા

ટ્રુડોએ 6 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતા બંને પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ દેશમાં વધતી જતી મોંઘવારી અને રહેઠાણની કટોકટી પ્રત્યે જનતાનો ગુસ્સો હતો. રાજીનામા બાદ, માર્ક કાર્ને રવિવારે લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા, જેઓ આ વર્ષની ફેડરલ ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે.

Tags :
Justin TrudeauJustin Trudeau ChairJustin Trudeau resignJustin Trudeau TongueJustin Trudeau Viral PhotoTrudeau takes his seat
Next Article