ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sri Lanka Bus Accident : શ્રીલંકામાં મોટી દુર્ઘટના, મુસાફરો ભરેલી બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી!

શ્રીલંકાના બડુલ્લા જિલ્લામાં ભયાનક બસ દુર્ઘટના (Sri Lanka Bus Accident) મુસાફરો ભરેલી બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા Sri Lanka Bus Accident : શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટ...
06:13 PM Sep 05, 2025 IST | Hiren Dave
શ્રીલંકાના બડુલ્લા જિલ્લામાં ભયાનક બસ દુર્ઘટના (Sri Lanka Bus Accident) મુસાફરો ભરેલી બસ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા Sri Lanka Bus Accident : શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટ...
Sri Lanka Bus Accident

Sri Lanka Bus Accident : શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટ (Sri Lanka Bus Accident)નામાં 9 મહિલાઓ સહિત 15 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ તંત્રએ તાત્કાલીક દોડધામ શરૂ કરી દીધી હતી. શ્રીલંકન પોલીસે શુક્રવારે ઘટનાની પુષ્ટિ કરી કહ્યું કે, બસમાં સવાર તમામ મુસાફરો દક્ષિણ શ્રીલંકાના તાંગાલ્લે શહેરમાંથી એક પ્રવાસી સફર પર નીકળ્યા હતા.

બસ પહેલા જીપ સાથે અથડાઈ, પછી ઊંડી ખીણમાં ખાબક

મળી માહિતી અનુસાર એલ્લા કસ્બા પાસે પહોંચેલી બસ પહેલા એક જીપ સાથે અથડાઈ હતી, ત્યાબાદ તે ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 9 વાગ્યની આસપાસ એક વળાંકવાળા રોડ પર સામેથી જીપ આવી રહી હતી, તે દરમિયાન બની તેની સાથે ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના બાદ તરત જ સેના, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ અને સ્થાનિક રહેવાસીઓએ મળીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.

આ પણ  વાંચો -Donald Trump : ભારત-રશિયાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

બચાવ કાર્ય રાત્રિભર ચાલ્યું

 તમામ ઘાયલોને બડુલ્લા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર છે. મૃતકોમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે તેઓ બધા તાંગાલ્લે અર્બન કાઉન્સિલ (નગર પરિષદ)ના કર્મચારીઓ હતા અને એક શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા.

આ પણ  વાંચો -પલટીબાજ ટ્રમ્પે એકવાર ફરી મારી પલટી! Japan ને આપી આ મોટી રાહત

શ્રીલંકામાં દર વર્ષે 3000 થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં

આ અકસ્માત મે મહિના પછી દેશમાં સૌથી ખરાબ અકસ્માત છે. મે મહિનામાં કોટમાલેમાં થયેલા જીવલેણ બસ અકસ્માતમાં 23 મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માત પછી, 4 સપ્ટેમ્બરની રાત્રે થયેલા અકસ્માતમાં સૌથી વધુ લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાના વાંકડિયા રસ્તાઓને વિશ્વના સૌથી ખતરનાક રસ્તા માનવામાં આવે છે. આ ખતરનાક રસ્તાઓને કારણે, અહીં દર વર્ષે સેંકડો માર્ગ અકસ્માતો થાય છે અને તેમાં હજારો લોકો મૃત્યુ પામે છે. સ્થાનિક મીડિયા એજન્સી અનુસાર, 2 કરોડ 20 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં, દર વર્ષે સરેરાશ 3000 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

Next Article