Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ,અનેક લોકોના મોતની આશંકા

પાકિસ્તાનમાં ફરી મસ્જિદમાં મોટો બ્લાસ્ટ અનેક લોકોના મોતની આશંકા દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બની Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની (Pesha Jama Masjid)નમાઝ દરમિયાન એક મોટો બ્લાસ્ટ (pakistan)થયો છે. આ બ્લાસ્ટ કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં થયો હતો. જેમાં ઘણા લોકોના...
pakistan   પેશાવરમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ અનેક લોકોના મોતની આશંકા
Advertisement
  • પાકિસ્તાનમાં ફરી મસ્જિદમાં મોટો બ્લાસ્ટ
  • અનેક લોકોના મોતની આશંકા
  • દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બની

Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની (Pesha Jama Masjid)નમાઝ દરમિયાન એક મોટો બ્લાસ્ટ (pakistan)થયો છે. આ બ્લાસ્ટ કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં થયો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે બ્લાસ્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. તેથી અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બની ગયા છે.

પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી

પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓ સતત વધી રહી છે. મોટાભાગના આતંકવાદી હુમલા બલુચિસ્તાન પ્રાંતમાં થઈ રહ્યા છે. આ વિસ્ફોટ બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -આટલા દિવસ અવકાશમાં રહ્યા પછી પણ સુનીતા વિલિયમ્સ અંને વિલ્મોરને નહીં મળે પગાર!, જાણો કેમ?

આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર

પેશાવર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે. આ શહેર પાકિસ્તાન માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. પેશાવર પાકિસ્તાનના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, આ પ્રાંત લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. અફઘાનિસ્તાન સરહદની નજીક હોવાને કારણે, તે આતંકવાદીઓ માટે એક મહત્વપૂર્ણ છુપાવાનું સ્થળ બની ગયું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવા સંગઠનો અહીં સક્રિય રહ્યા છે. આ સંગઠનો પાકિસ્તાની સુરક્ષા દળો પર સતત હુમલા કરે છે.

Tags :
Advertisement

.

×