બ્રિટની સ્પીયર્સ-પેરિસ હિલ્ટન જેવા અનેક હોલિવુડ સ્ટાર બેઘર, ફોન-વીજળી વગર રહેવા મજબુર
- કેલિફોર્નિયાની આગમાં અનેક સ્ટારના ઘર બળીને ખાખ
- બ્રિટની સ્પીયર્સનું આખુ ઇટાલિયન સ્ટાઇલ વિલા ખાખ થયું
- વીજળી અને પાણી વગર દિવસો પસાર કરી રહ્યા છે સ્ટાર
વોશિંગ્ટન : કેલિફોર્નિયાના લોસ એન્જલસના જંગલોમાં આગ લાગવાના કારણે હોલિવુડના અનેક સ્ટાર પોતાનું ઘર છોડવા માટે મજબુર થયા છે. અહીં અનેક એવા પણ છેવો જેના આલીશાન બંગ્લા બળીને ખાખ થઇ ચુક્યા છે.
અનેક હોલિવુડ હસ્તીઓને મુશ્કેલી
અમેરિકાના કેલિફોર્નિયા ખાતે લોસ એન્જલસમાં ભડકી જંગલની આગે ત્યાંના ફિલ્મી સિતારાઓને મુશ્કેલીમાં મુકી દીધા છે કારણ કે આગે સમગ્ર હોલિવુડ હિલ્સને પોતાની ઝપટે ચડાવ્યું છે. જેના કારણે ત્યાં રહેનારા લોકોને પોતાના ઘર અને હવેલીઓ છોડી દેવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અનેક સ્ટારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Bet Dwarka : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત
બ્રિટની પાસે મોબાઇલ ચાર્જ કરવા વીજળી નહોતી
ગાયક બ્રિટની સ્પીયર્સે પણ તે અનેક હસ્તીઓ પૈકીની એક છે. જેણે પોતાનું ઘર છોડવું પડ્યું. તેમને લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગના કારણે પોતાનો આલિશાન મેંશનને છોડીને સુરક્ષીત સ્થળ પર લઇ જવું પડ્યું હતું.
સોશિયલ મીડિયા પર ગાયિકાએ વ્યક્ત કર્યું દુખ
ગુરૂવારે રાત્રે ગાયિકાએ ખુલાસો કર્યો કે, તેમણે કેલિફોર્નિયાના થાઉજેંડ ઓક્સ ખાતે પોતાના 7.4 મિલિયન ડોલરનું અત્યંત વૈભવી ઘર છોડીને આગથી દૂર એક હોટલમાં શરણ લીધી છે. સ્પીયર્સે ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે,મને આશા છે કે, તમે બધા સલામત હશો. મારે પોતાનું ઘર ખાલી કરવું પડ્યું, અને 4 કલાકની ડ્રાઇવ કરીને હોટલ જઇ રહી છું.
આ પણ વાંચો : ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતજો! પહેલા પાપડમાંથી જીવાત નીકળી અને હવે ઉંદર
બે દિવસ સુધી વીજળી વગર વિતાવી
43 વર્ષીય સ્પીયર્સે તેમ પણ જણાવ્યું કે, ગત્ત બે દિવસથી તેમના ઘરે વીજળી નહોતી, જેના કારણે તે પોતાનો ફોન પણ ચાર્જ કરી શકી નહોતી. તેણે કહ્યું કે, મને હાલમાં જ મારો ફોન પરત મળ્યો છે. હું તમામ લોકો માટે પ્રાર્થના કરુ છું અને મારો પ્રેમ વ્યક્ત કરી રહી છું.
2015 માં જ ખરીદી હતી હવેલી
પેજ સિક્સના એક રિપોર્ટ અનુસાર 2015 માં ખરીદવામાં આવી હતી. 13 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલી ઇટાલિયન સ્ટાઇલ વિલા હાલ સુરક્ષીત છે. આમ તો પેલિસેડ્સ વિસ્તારમાં જંગલોમાં લાગેલી આગ બાદથી લોસ એન્જલસ વિસ્તારના સેંકડો હજારો લોકો પોતાના ઘર છોડવા માટે મજબુર બન્યા છે. અત્યાર સુધી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
આ પણ વાંચો : Mahakumbh 2025 પહેલા કુંભ મેળાનો શું છે ઇતિહાસ? જાણો તેના વિશે
આગની ઝપટે ચડ્યા અનેક સ્ટારના મકાન
આ આગમાં અનેક ખ્યાતનામ હસ્તીઓને પણ પોતાના ઘરેથી બેઘર કરી દેવાયા છે. ધિસ ઇઝ અસ સ્ટાર મળિલો વેટિંમિગ્લિયા, સ્પેસર પ્રેંટ અને હીડી મોટાંગ જેવા સ્ટારે બધુ જ ગુમાવી દીધું છે.
પેરિસ હિલ્ટનનું ઘરણ પર સળગી ગયું
બ્રિટની સ્પીયર્સના જુના મિત્ર અને ધ સિંપલ લાઇફ સ્ટાર પેરિસ હિલ્ટને પણ આગમાં પોતાના માલિબુ ખાતે એક વેકેશન હાઉસ ગુમાવ્યું. પેરિસે ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે, શબ્દોથી પરે દિલ ટુટી ચુક્યું છે. પોતાના પરિવારની સાથે બેસીને ટીવી પર લાઇવ પોતાનું આગ સળગતું જોવું એક ખુબ જ હૃદય દ્રાવક ઘટના છે. આવું કોઇ પણ જોવા નહીં માંગે.
તેમણે કહ્યું કે, આ ઘર અમારી યાદોનું ઘર હતું. અહીં મારા પુત્ર ફીનિક્સે પોતાના પ્રથમ પગલું ઉઠાવ્યું અને અમે પોતાની પુત્રી લંડનની સાથે આખા જીવનની યાદો બનાવવાના સપના જોયા. પેરિસે તેમ પણ પૃષ્ટિ કરી કે તેમનો પરિવાર સુરક્ષીત છે અને તેની કંપની 11:11 મીડિયા ઇમ્પેક્ટ પ્રભાવિત લોકોની મદદથી કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપ પર AAP નો આક્ષેપ – નવી દિલ્હી બેઠક પર મતદાર યાદીમાં ખોટા નામ ઉમેરાયા