ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bermuda Triangle : સમુદ્રમાં સમાઈ ગયા 20 પ્લેન સહિત અનેક જહાજો, હવે ખુલ્યું બરમુડા ટ્રાયેંગલનું રહસ્ય!

એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા, ફ્લોરિડા અને પ્યુઅર્ટો રિકો વચ્ચેનો ત્રિકોણાકાર વિસ્તાર બર્મુડા ટ્રાયેન્ગલ તરીકે ઓળખાય છે
10:07 PM Aug 14, 2025 IST | Hiren Dave
એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા, ફ્લોરિડા અને પ્યુઅર્ટો રિકો વચ્ચેનો ત્રિકોણાકાર વિસ્તાર બર્મુડા ટ્રાયેન્ગલ તરીકે ઓળખાય છે
Atlantic Ocean

Bermuda Triangle : ઘણા વર્ષોના વિશ્લેષણ બાદ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ આ વિસ્તારના ગુમ થવા પાછળના વાસ્તવિક કારણો જાહેર કર્યા છે, જે રહસ્યમય કથાઓને ખોટી સાબિત કરે છે. એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા, ફ્લોરિડા અને પ્યુઅર્ટો રિકો વચ્ચેનો ત્રિકોણાકાર વિસ્તાર બર્મુડા ટ્રાયેન્ગલ (Bermuda Triangle)તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 20થી વધુ વિમાનો અને અસંખ્ય જહાજો ગાયબ થઈ ગયા છે. આ ઘટનાઓને કારણે તેને એલિયન્સ, બ્લેક હોલ અથવા પ્રાચીન શહેર એટલાન્ટિસ સાથે જોડવામાં આવ્યું હતું. જેના કારણે તેની આસપાસ રહસ્યમય વાર્તાઓનો જન્મ થયો.

રહસ્ય પાછળનું વૈજ્ઞાનિક કારણ (Bermuda Triangle)

ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક કાર્લ ક્રુઝેલનિકી અને યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર આ ઘટનાઓ પાછળ કોઈ રહસ્યમય શક્તિ નથી. ક્રુઝેલનિકીએ જણાવ્યું કે બર્મુડા ટ્રાયેન્ગલ કોઈ ખતરનાક વિસ્તાર નથી. તેમણે આ અકસ્માતો માટે બે મુખ્ય કારણો જવાબદાર ગણાવ્યા હતા. જેમાં માનવીય ભૂલો અને ખરાબ હવામાન અને ભૌગોલિક પરિસ્થિતિઓ સામે આવી છે.


આંકડા શું કહે છે? (Bermuda Triangle)

ક્રુઝેલનિકીએ ઉમેર્યું કે બર્મુડા ટ્રાયેન્ગલ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકી એક છે, તેથી અહીં ટ્રાફિકનું પ્રમાણ ખૂબ વધારે છે. જ્યારે ગુમ થયેલા જહાજો અને વિમાનોની સંખ્યાની અન્ય દરિયાઈ વિસ્તારો સાથે તુલના કરવામાં આવે, ત્યારે તે સામાન્ય જ માલુમ પડે છે. લંડનના લોયડ્સ અને યુએસ કોસ્ટ ગાર્ડના આંકડા મુજબ, આ વિસ્તારમાં થયેલા અકસ્માતોની ટકાવારી વિશ્વના અન્ય દરિયાઈ વિસ્તારો જેટલી જ છે.

ક્યાંથી શરૂ થઈ દંતકથા?

બર્મુડા ટ્રાયેન્ગલની વાર્તાનો પાયો મુખ્યત્વે બે ઘટનાઓ પર આધારિત છે યુએસએસ સાયક્લોપ્સ 1918  આ જહાજ બ્રાઝિલથી બાલ્ટીમોર જતી વખતે આ વિસ્તારમાં ગાયબ થઈ ગયું હતું. ત્યાર બાદ ફ્લાઇટ 19 1945  આ પાંચ નેવી બોમ્બર્સની ફ્લાઇટ હતી જે તાલીમ મિશન દરમિયાન ગાયબ થઈ ગઈ હતી.આ ફ્લાઇટના નેતા,લેફ્ટનન્ટ ચાર્લ્સ ટેલર,હેંગઓવર સાથે ઉડાન ભરી રહ્યા હતા અને દિશાભૂલનો શિકાર થયા હતા.


અદ્રશ્ય થવાના નિશાન કેમ નથી મળતા?

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ,અદ્રશ્ય થવાની વાત પણ ખોટી છે.ઘણા કિસ્સાઓમાં,વિસ્ફોટના સાક્ષીઓ અને તેલના ડાઘ મળ્યા હતા.આ ઉપરાંત,ઊંડા મહાસાગરમાં કાટમાળ શોધવો ખૂબ મુશ્કેલ છે.તેથી જો તે ન મળે તો તે આશ્ચર્યજનક નથી.તાજેતરમાં,આ વિસ્તારમાંથી ઘણા વિમાનોના અવશેષો પણ મળી આવ્યા છે.

આ પણ  વાંચો -Donald Trump : 'પુતિન સાથે બેઠક નિષ્ફળ રહી તો ભારત પર લગાવીશું વધુ ટેરિફ..!'

મીડિયા અને ફિલ્મોનો પ્રભાવ

વર્ષો સુધી, તથ્યોના અભાવે અટકળોનું બજાર ગરમ રહ્યું.1964માં લેખક વિન્સેન્ટ ગેડિસે સૌપ્રથમ "બર્મુડા ટ્રાયેન્ગલ"શબ્દનો ઉપયોગ કર્યો અને તેને રહસ્યમય વિસ્તાર તરીકે દર્શાવ્યો.ત્યારબાદ, 1977માં સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ 'ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધ થર્ડ કાઇન્ડ' જેવી ફિલ્મોએ આ દંતકથાને વધુ વેગ આપ્યો.

Tags :
Bermuda Triangle compass anomalyBermuda Triangle disappearance causesBermuda Triangle flight 19Bermuda Triangle historyBermuda Triangle mystery solvedBermuda Triangle myth vs factBermuda Triangle scientific studyBermuda Triangle ship disappearancesBermuda Triangle truthBermuda Triangle weather explanationGujrata First
Next Article