Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nobel Peace Prize મળ્યો મારિયાને, પણ વિજેતાએ એવોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પને કેમ સમર્પિત કર્યો?

વિપક્ષી નેતા મારિયા માચોડોએ વેનેઝુએલાના લોકતંત્ર આંદોલનને સમર્થન આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો. જુઓ તેમની 'X' પોસ્ટ.
nobel peace prize મળ્યો મારિયાને  પણ વિજેતાએ એવોર્ડ ડોનાલ્ડ ટ્રમ્પને કેમ સમર્પિત કર્યો
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પના નોબેલના અધૂરા ઓરતા થયા પૂરા! (Maria Corina Nobel Prize)
  • નોબેલ પુરસ્કાર વિજેતાએ ટ્રમ્પને એવોર્ડ કર્યો સમર્પિત
  • મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો
  • મારિયા મચાડોએ એક્સ પર પોસ્ટ કરીને જાહેરાત કરી
  • "હું એવોર્ડ વેનેઝુએલાના લોકો અને ટ્રમ્પને સમર્પિત કરું છું"

Maria Corina Nobel Prize : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિ માટે નોબેલ પુરસ્કાર જીતવાનું સપનું ભલે અધૂરું રહી ગયું હોય, પરંતુ વિજેતાના એક ખાસ પગલાથી તેમના ઘાવ પર મલમ લાગી શકે છે. આ વર્ષનો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના માચોડોને મળ્યો છે.

શુક્રવારે નોબેલ પુરસ્કાર જીત્યા પછી, મારિયા કોરિના માચોડોએ પોતાનો આ એવોર્ડ વેનેઝુએલાની જનતા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ સમર્પણનું કારણ આપતા કહ્યું કે, ટ્રમ્પ અને વેનેઝુએલાની જનતાએ દેશના લોકતંત્ર સમર્થક આંદોલનને નિર્ણાયક સમર્થન આપ્યું હતું.

Advertisement

Advertisement

ટ્રમ્પ માટે મારિયા કોરિનાના ખાસ શબ્દો (Maria Corina Nobel Prize)

નોબેલ પુરસ્કાર જીત્યા બાદ તરત જ, મારિયાએ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું: "હું આ પુરસ્કાર વેનેઝુએલાના પીડિત લોકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમારા ઉદ્દેશ્ય માટે તેમના ખાસ સમર્થન બદલ સમર્પિત કરું છું!" આગળ વાત કરતા મારિયાએ કહ્યું કે, "અમે જીતની નજીક છીએ, અને આજે, પહેલાં કરતાં પણ વધુ, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકાની જનતા, લેટિન અમેરિકાની જનતા અને દુનિયાના લોકતાંત્રિક દેશો પર સ્વતંત્રતા અને લોકતંત્ર હાંસલ કરવા માટેના અમારા મુખ્ય સહયોગીઓ તરીકે વિશ્વાસ કરીએ છીએ."

મારિયા માચોડોને નોબેલ શા માટે મળ્યો?

મારિયા કોરિના માચોડો છેલ્લા એક વર્ષથી વેનેઝુએલાની સરકારના નિશાન પર છે. તેઓ સતત સત્તાધારી ડાબેરી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર ચૂંટણીઓમાં ગેરરીતિનો આરોપ લગાવતા રહ્યા છે. નોબેલ સમિતિએ વેનેઝુએલાના લોકો માટે લોકતાંત્રિક અધિકારોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો અને સરમુખત્યારશાહીમાંથી લોકશાહી તરફના પરિવર્તન માટેના તેમના શાંતિપૂર્ણ સંઘર્ષને ધ્યાનમાં રાખીને તેમને આ પુરસ્કાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડવાથી રોકવામાં આવ્યા પછી, મારિયાએ ભૂતપૂર્વ રાજદ્વારી એડમન્ડો ગોન્ઝાલેઝ ઉરુટિયા માટે પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો  :  નોબેલ શાંતિ પુરસ્કાર 2025ના વિજેતા મારિયા કોરિના મચાડો કોણ છે? જાણો તેમના વિશે

Tags :
Advertisement

.

×