Turkey ના રિસોર્ટમાં લાગી ભીષણ આગ, 66ના મોત,અનેક ગંભીર રીતે દાઝ્યા
- તુર્કીમાં સ્કી રિસોર્ટ હોટલમાં લાગી આગ
- આગમાં 66 લોકોના મોત થયા
- અને ઘણા લોકો ઘાયલ થયા છે
Turkey Fire Ski Resort Hotel: તુર્કીમાં સ્કી રિસોર્ટ હોટલમાં લાગેલી આગ(Turkey Fire Ski Resort Hotel)માં 66 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોટલમાં લગભગ 234 મહેમાનો રોકાયા હતા ત્યારે આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ લાગવાનું કારણ અકબંધ
ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સ્થિત એક સ્કી રિસોર્ટ હોટલમાં સોમવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતાં 66 લોકોનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે આગ બોલુ પ્રાંતના કારતલકાયા રિસોર્ટમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં લાગી હતી. ટેલિવિઝન પર દેખાતા આગના વિઝ્યુઅલમાં હોટલની છત અને ઉપરના માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
#LIVE| At Least 66 Killed In Turkey Ski Resort Fire, Tourists Jump From Windows In Panic, Watch Live Visuals Here 🔥
A fire at a 12-story hotel in a Turkish ski resort killed at least 66 people and injured at least 51 others, according to Turkey’s Interior Minister. The fire… pic.twitter.com/X7F1cQmn7F— Dhram Goswami (@dhram_goswami) January 21, 2025
આ પણ વાંચો-વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ
લોકો ગભરાઈને ઈમારત પરથી કૂદી પડ્યા
રાજ્ય સંચાલિત અનાદોલુ સમાચાર એજન્સીએ ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિનને ટાંકીને જણાવ્યું હતું કે બે લોકો ગભરાટમાં બિલ્ડીંગ પરથી કૂદીને મૃત્યુ પામ્યા હતા. પ્રાઈવેટ 'એનટીવી ટેલિવિઝન'એ પોતાના સમાચારમાં જણાવ્યું કે કેટલાક લોકોએ ચાદરની મદદથી પોતાના રૂમમાંથી નીચે આવવાનો પ્રયાસ કર્યો. અયદિને જણાવ્યું કે હોટલમાં 234 મહેમાનો રોકાયા હતા.
આ પણ વાંચો-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ટ્રમ્પે અનેક આદેશો કર્યા, ભારતને શું અસર થશે?
હોટલમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ
હોટલના સ્કી પ્રશિક્ષક નેક્મી કેપસેતુતાને જણાવ્યું હતું કે જ્યારે આગ લાગી ત્યારે તે સૂતો હતો. ઘટના બાદ તે બિલ્ડિંગની બહાર ભાગી ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે તેણે પછી હોટલમાંથી લગભગ 20 મહેમાનોને બહાર કાઢવામાં મદદ કરી. હોટલ ધુમાડાથી ભરેલી હતી, જેના કારણે મહેમાનોને આગમાંથી બચવાનો રસ્તો શોધવો મુશ્કેલ બન્યો હતો.
આ પણ જાણો
કાર્તલકાયા એ ઇસ્તંબુલથી લગભગ 300 કિલોમીટર પૂર્વમાં કોરોગ્લુ પર્વતમાળામાં સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. તુર્કીમાં શાળાઓમાં રજાઓ ચાલી રહી છે, અને આ સમય દરમિયાન આ વિસ્તારની હોટલો સામાન્ય રીતે ભરેલી હોય છે. આયદિનના કાર્યાલયે જણાવ્યું હતું કે 30 બચાવ ટ્રક અને 28 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાવચેતીના પગલા તરીકે, રિસોર્ટની અન્ય હોટલોને ખાલી કરાવવામાં આવી છે.


