Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સંધિવા, કેન્સર, ડાયાબિટીસ પર મહત્ત્વની શોધ બદલ 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ જાહેર

Medical Nobel Price 2025 : મેરી ઈ. બ્રનકો, ફ્રેડ રેમ્સડૅલ,શિમોન સાકાગુચી 1.1કરોડ સ્વીડિશ ક્રોનર (Swedish Kronor)ની રકમ વહેંચવામાં આવશે
સંધિવા  કેન્સર  ડાયાબિટીસ પર મહત્ત્વની શોધ બદલ 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ જાહેર
Advertisement
  • નોબેલ એસેમ્બલી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે
  • 'પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ' પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા
  • રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી

Medical Nobel Price 2025 : શરીર-ક્રિયા વિજ્ઞાન અથવા મેડિસિન ક્ષેત્રે વર્ષ 2025 નો નોબેલ પુરસ્કાર અમેરિકા અને જાપાનના ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમની પ્રતિરક્ષા પ્રણાલી (Immune System) પરની નિર્ણાયક શોધ માટે આપવામાં આવ્યો છે.

Advertisement

'પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ'

કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલીએ (Medical Nobel Price 2025) જાહેરાત કરી મેરી ઈ. બ્રનકો (અમેરિકા),ફ્રેડ રેમ્સડૅલ (અમેરિકા),શિમોન સાકાગુચી (જાપાન)આ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે 1.1કરોડ સ્વીડિશ ક્રોનર (Swedish Kronor)ની રકમ વહેંચવામાં આવશે.આ ત્રણેય વૈજ્ઞાનિકોને 'પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ' પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા શરીરની રોગપ્રતિકારક શક્તિને તેના પોતાના જ અંગો (Self-Tissues) પર હુમલો કરતી અટકાવે છે.

Advertisement

નવા સંશોધન ક્ષેત્રનો પાયો નાખ્યો

વૈજ્ઞાનિકોએ રેગ્યુલેટરી ટી-સેલ્સ (Regulatory T Cells) ની ઓળખ કરી, જેને રોગપ્રતિકારક શક્તિના સુરક્ષા પ્રહરીઓ કહેવામાં આવે છે. આ ટી-સેલ્સ ખાતરી કરે છે કે રોગપ્રતિકારક શક્તિ સંતુલિત રહે.આ શોધે ઓટોઇમ્યુન રોગો (Autoimmune Diseases), કેન્સર અને અંગ પ્રત્યારોપણ (Organ Transplantation) ની સારવાર માટે નવા સંશોધન ક્ષેત્રનો પાયો નાખ્યો છે.નોબેલ સમિતિના અધ્યક્ષ ઓલે કેમ્પેએ જણાવ્યું કે, તેમની શોધથી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

વૈજ્ઞાનિકોનો પરિચય :

  1. મેરી ઈ. બ્રનકો: પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી. હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સિસ્ટમ્સ બાયોલોજી, સીએટલમાં સિનિયર પ્રોગ્રામ મેનેજર.
  2. ફ્રેડ રેમ્સડૅલ: યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-લોસ એન્જિલસ (UCLA)માંથી પીએચડી. હાલમાં સોનોમા બાયોથેરાપ્યુટિક્સ, સેન ફ્રાન્સિસ્કોમાં વૈજ્ઞાનિક સલાહકાર.
  3. શિમોન સાકાગુચી: ક્યોટો યુનિવર્સિટીમાંથી એમડી અને પીએચડી. હાલમાં ઓસાકા યુનિવર્સિટીના ઇમ્યુનોલોજી ફ્રન્ટિયર રિસર્ચ સેન્ટરમાં વિશિષ્ટ પ્રોફેસર.
  4. ગયા વર્ષનો પુરસ્કાર (2024): 2024નો મેડિસિન નોબેલ માઇક્રોઆરએનએ (microRNA) અને તેના દ્વારા જનીન નિયમન (Gene Regulation)ની શોધ માટે અમેરિકન વૈજ્ઞાનિકો વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રુવકુનને આપવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો ---- ટ્રમ્પ સાથે શાહબાઝ-મુનીરની 'સીક્રેટ ડીલ' : Pakistan થી રેર અર્થની ખેપ ગુપ્ત રીતે અમેરિકા પહોંચાડી, મચ્યો હોબાળો!

Tags :
Advertisement

.

×