ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Minnesota Shooting :અમેરિકામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર, પૂર્વ સ્પીકર મેલિસા હૉર્ટમેન અને તેમના પતિનું મોત

અમેરિકાના મિનેસોટામાં બે નેતાઓ હત્યા બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કર્યો જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત Minnesota Shooting : અમેરિકાના મિનેસોટામાં(Minnesota) બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર...
09:50 PM Jun 14, 2025 IST | Hiren Dave
અમેરિકાના મિનેસોટામાં બે નેતાઓ હત્યા બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કર્યો જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત Minnesota Shooting : અમેરિકાના મિનેસોટામાં(Minnesota) બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર...
Minnesota Shooting

Minnesota Shooting : અમેરિકાના મિનેસોટામાં(Minnesota) બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર પર હુમલો કરાયો છે. આ હુમલામાં મેલિસા અને તેમના પતિનું નિધન થયું છે,જ્યારે જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરનારો પોલીસનો વેશ ધારણ કરી ઘરમાં દાખલ થયો હતો. હુમલા પાછળના કારણને લઈને ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

મેલિસા હૉટમેન કોણ છે?

મેલિસા હૉટમેન મિનિસોટા રાજ્યના પૂર્વ હાઉસ સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2004માં પ્રથમવાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેલિસા મિનિસોટાના રાજકારણના પ્રભાવશાળી નેતા કહેવાતા હતા. તેઓ વર્તમાનમાં મિનિયાપોલિસ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ડેમોક્રેટિક-કિસાન-શ્રમ પાર્ટીના પણ સભ્ય હતા.

આ પણ  વાંચો -Dubai Fire : દુબઈમાં 67 માળની ઇમારતમાં લાગી ભાષણ આગ,જુઓ Video

હુમલામાં સેનેટર હૉફમેન પણ ઈજાગ્રસ્ત

હુમલા ખોરોએ રાજ્યના સેનેટર જૉન હૉફમેનના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો છે, જેમાં તેઓ અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા છે. હૉફમેન 2012થી સેનેટમાં છે. તેઓ અગાઉ મિનિસોટાની સૌથી મોટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટ એનોકા-હેનપિનના સ્કૂલ બોર્ડમાં પણ સેવા આપી ચુક્યા છે. તેઓ સલાહકાર કંપની ‘હૉફમેન સ્ટ્રેટેજિક એડવાઈઝર્સ’નું પણ કામ સંભાળતા હતા. તેમને એક પુત્રી પણ છે.

આ પણ  વાંચો -Rajkot : ગોંડલમાં એક કલાકમાં જ ચાર ઈંચ વરસાદ, ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તા પાણી પાણી

હુમલાખોરો પોલીસની ડ્રેસમાં આવ્યા હતા

મિનિસોટા બ્યૂરો ઓફ ક્રિમિનલ એપ્રીહેન્શનના પ્રમુખ ડ્રયૂ ઈવાંસે કહ્યું કે, ‘હુમલાખોરો પોલીસના ડ્રેનમાં આવ્યા હતા. પોલીસે હુમલાખોરો શોધખોળ શરૂ કરી દીધી છે. ગોળીબારમાં મેલિસા હૉટમેન અને તેમના પતિનું મોત થયું છે. તેમના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેની પુષ્ટી કરી શકાશે. હુમલાખોરોને પકડવા માટે પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને ચોતરફ પેટ્રોલિંગ કરી રહ્યા છે. શંકાસ્પદને પકડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.’

Tags :
AmericaJohn HoffmanLawmakersMayorMelissa HortmanMinnesota
Next Article