Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Afghanistan Earthquake : ભૂકંપને કારણે મોટું નુકસાન, 800થી વધુ લોકોના મોત

અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે 800થી વધુ લોકોના મોત (Afghanistan Earthquake) કુનાર પ્રાંતમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો 2500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા PM મોદી અને એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં ભૂકંપને (Afghanistan Earthquake)કારણે 800થી વધુ લોકોના મોત થયા...
afghanistan earthquake   ભૂકંપને કારણે મોટું નુકસાન  800થી વધુ લોકોના મોત
Advertisement
  • અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે 800થી વધુ લોકોના મોત (Afghanistan Earthquake)
  • કુનાર પ્રાંતમાં 6.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • 2500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
  • PM મોદી અને એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું

Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં ભૂકંપને (Afghanistan Earthquake)કારણે 800થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. કુનાર પ્રાંતમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 માપવામાં આવી હતી. સોમવાર સવારે મૃતકોની સંખ્યા 250 હતી પરંતુ બપોર સુધી મૃતકઆંક વધીને 800ની પાર પહોંચી ગયો છે જ્યારે 2500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું છે.

PM મોદી-વિદેશ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું  (Afghanistan Earthquake)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યુ, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે.અમે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અસરગ્રસ્તોને શક્ય તેટલી માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે.

Advertisement

Advertisement

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. વિદેશ મંત્રીએ આશ્વાસન આપ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને શક્ય તમામ મદદ પુરી પાડશે

આ પણ  વાંચો -Afghanistan Earthquake: ભૂકંપથી ભયંકર વિનાશ થયો, 622 લોકો મૃત્યુ સાથે 1000 થી વધુ લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં વારંવાર કેમ આવે છે ભૂકંપ

અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર 31 ઓગસ્ટે સ્થાનિક સમય અનુસાર રાત્રે 11.47 વાગ્યે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 27 કિલોમીટર દૂર અને આઠ કિલોમીટર ઊંડાઇ પર હતું. અફઘાનિસ્તાન ભૂકંપ પ્રત્યે ઘણો સંવેદનશીલ છે કારણ કે આ કેટલીક ફોલ્ટ લાઇનો ઉપર સ્થિત છે. અહીં ભારતીય અને યૂરેશિયન પ્લેટો મળે છે. પૂર્વ અફઘાનિસ્તાનનો પહાડી વિસ્તાર ભૂસ્ખલન માટે પણ સંવેદનશીલ છે જેને કારણે ઇમરજન્સી સ્થિતિમાં બચાવ કામ કરવું મુશ્કેલ બની જાય છે.

આ પણ  વાંચો -China SCO Summit: PM મોદી-જિનપિંગ-પુતિનની મિત્રતા, આ તસવીરો ટ્રમ્પનું બ્લડ પ્રેશર વધારી શકે છે!

અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ થઇ ચુક્યુ છે મોટું નુકસાન

તાલિબાન સરકારે બચાવ કામ માટે ટીમો તૈનાત કરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂકંપને કારણે અનેક ઘર કાટમાળમાં ફેરવાઇ ગયા છે. ગત વર્ષે પશ્ચિમી ભાગમાં આવેલા ભૂકંપોમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા.આ પહેલા 7 ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાલિબાન સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પ્રાકૃતિક આફતમાં ઓછામાં ઓછા 4000 લોકો માર્યા ગયા હતા.છેલ્લા એક દાયકમાં ભૂકંપને કારણે અફઘાનિસ્તાનમાં 7 હજારથી વધુ લોકોના મોત થયા છે.

Tags :
Advertisement

.

×