Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Most Popular Leader : વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે વડાપ્રધાન મોદી અવ્વલ, 75 % એપ્રુવલ રેટિંગ મળ્યું

વડાપ્રધાન મોદી (PM Modi) એ ફરીથી એકવાર વૈશ્વિક રાષ્ટ્રપ્રમુખો અને વડાપ્રધાનોને પાછળ રાખી દીધા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જુલાઈ 2025 ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદીને 75 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે. વાંચો વિગતવાર.
most popular leader   વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે વડાપ્રધાન મોદી અવ્વલ  75   એપ્રુવલ રેટિંગ મળ્યું
Advertisement
  • બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની Morning Consult દ્વારા સર્વે હાથ ધરાયો
  • વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે PM Modi અવ્વલ
  • PM Modi ને 75 % એપ્રુવલ રેટિંગ મળતા તેઓ પ્રથમ આવ્યા
  • અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ને મળ્યું માત્ર 44 % એપ્રુવલ રેટિંગ

Most Popular Leader : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે. બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2025 ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર PM મોદીને 75 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કોણે છે 2જા અને 3જા ક્રમે ?

બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર PM મોદી પ્રથમ સ્થાને છે. જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ (Lee Jae-myung) 2જા સ્થાને છે, જેમને 59 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે (Javier Milei) 3જા સ્થાને છે, 57 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાની પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ PM મોદી પહેલા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ 2જા સ્થાને છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે 3જા સ્થાને છે. તેમના પછી કેનેડાના માર્ક કાર્ની (56 %) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનીઝ (54 %) છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  ઓડિશામાં છાત્રાલયો પર લાગ્યો કાળો દાગ! ધોરણ 10 ની વિદ્યાર્થિનીઓ થઇ ગર્ભવતી

ટ્રમ્પને મળ્યું 44 % એપ્રુવલ રેટિંગ

મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump ) ને 44 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જો કે 50 % લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોકપ્રિય લોકશાહી નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે, જેમને ફક્ત 18 % એપ્રુવલ રેટિંગનું સમર્થન મળ્યું છે, જ્યારે 74 % લોકો તેમનાથી અસંતુષ્ટ છે. ઈટાલીના જ્યોર્જિયા મેલોનીને 40 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે.

આ પણ વાંચોઃ  નવી મુંબઈમાં વિદ્યાર્થી પર હુમલો! ભાષા વિવાદે લીધો હિંસક વળાંક

Tags :
Advertisement

.

×