Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વને ફરી ચોંકાવશે Musk! દિલ્હીથી અમેરિકા પહોંચાશે માત્ર અડધા કલાકમાં?

Elon Musk ની કંપની SpaceX દ્વારા નવી યાત્રા પ્રણાલીને સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં સ્ટારશીપ નામના અવકાશયાનનો ઉપયોગ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પૃથ્વી પરના કોઈપણ બે મોટા શહેર વચ્ચે મુસાફરીનો સમય 1 કલાકથી ઓછો થશે. ખાસ વાત એ છે કે દિલ્હીથી અમેરિકા જવા માટે માત્ર અડધો કલાકનો જ સમય લાગશે.
વિશ્વને ફરી ચોંકાવશે musk  દિલ્હીથી અમેરિકા પહોંચાશે માત્ર અડધા કલાકમાં
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય બાદ Musk ને મોટી જવાબદારી
  • ટ્રમ્પ સરકારમાં Elon Musk ને DOGE ની જવાબદારી સોંપવામાં આવી
  • SpaceX સ્ટારશીપ: પ્રવાસમાં નવું વાહન
  • દિલ્હીથી અમેરિકા જવામાં લાગશે માત્ર અડધો કલાક!
  • મસ્કના સ્ટારશીપથી 1 કલાકમાં વિશ્વની મુસાફરી
  • ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અવકાશયાન પ્રોજેક્ટને ગતિ
  • સ્ટારશીપ: પૃથ્વી પરની સૌથી ઝડપી મુસાફરી બનશે શક્ય
  • અવકાશ મારફતે નવો પ્રવાસ મોડેલ: મસ્કનું વિઝન

Elon Musk : અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વિજય મેળવીને ફરીથી અધ્યક્ષ પદ પર કબજો કર્યો છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના કાર્યકાળ પહેલા જ તેમણે કેટલીક મહત્વપૂર્ણ નિયુક્તીઓ જાહેર કરી છે. ખાસ કરીને, અબજોપતિ ઉદ્યોગપતિ Elon Musk ને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની જવાબદારી સોંપવામાં આવી છે.

ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું

Elon Musk એ ટ્રમ્પના પ્રચાર દરમિયાન તેમને ન માત્ર ખુલ્લેઆમ સમર્થન આપ્યું, પણ તેમના પ્રચાર માટે મોટું નાણાંકીય યોગદાન પણ આપ્યું હતું. હવે મસ્કને નવી જવાબદારી સોપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેઓ ટ્રમ્પની સરકાર હેઠળ વિશિષ્ટ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. Elon Musk ની કંપની SpaceX દ્વારા નવી યાત્રા પ્રણાલીને સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં સ્ટારશીપ નામના અવકાશયાનનો ઉપયોગ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પૃથ્વી પરના કોઈપણ બે મોટા શહેર વચ્ચે મુસાફરીનો સમય 1 કલાકથી ઓછો થશે. ખાસ વાત એ છે કે દિલ્હીથી અમેરિકા જવા માટે માત્ર અડધો કલાકનો જ સમય લાગશે.

Advertisement

સ્ટારશીપ અવકાશયાનનો અદ્ભુત પ્રોજેક્ટ

સ્ટેનલેસ સ્ટીલથી બનેલું સ્ટારશીપ લગભગ 395 ફૂટ લાંબુ છે અને તે પૃથ્વી પરના કોઈપણ સ્થળે ઝડપથી પહોંચાડવા સક્ષમ છે. આ અવકાશયાનની યોજના એક દાયકાથી વધુ સમયથી હતી, પરંતુ હવે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી તેને વર્તમાનમાં લાવવાનું આયોજન છે. સ્ટારશીપમાં 1,000 મુસાફરોની સીટ ક્ષમતા હશે અને તે પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી અવકાશયાન હશે.

Advertisement

શહેરોમાં કઈ રીતે ઝડપી મુસાફરી થશે?

સ્ટારશીપનો ઉપયોગ કરીને, લોસ એન્જલસથી ટોરોન્ટો સુધીની મુસાફરી માત્ર 24 મિનિટમાં, અને લંડનથી ન્યૂયોર્કની મુસાફરી 29 મિનિટમાં થઈ શકશે. દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો પહોંચવા માટે માત્ર 30 મિનિટનો સમય લાગશે, જ્યારે ન્યૂયોર્કથી શાંઘાઈ પહોંચવા માટે માત્ર 39 મિનિટનો સમય લાગશે. મુસાફરી દરમિયાન લોકો ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરશે, જેને કારણે તેમની સીટ બેલ્ટ ચુસ્ત બાંધવાની જરૂર પડશે.

પ્રોજેક્ટનો પ્રયોગશીલ મોડેલ

એક યુઝર એલેક્સે X પર એક વીડિયો શેર કર્યો છે, જેમા બતાવવામાં આવ્યું છે કે સ્ટારશીપ કેવી રીતે કામ કરશે. પહેલા અવકાશયાન પૃથ્વીથી ઉપડશે અને અવકાશ મારફતે અન્ય સ્થળે ઉતરશે. મળી રહેલી માહિતી અનુસાર, ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, FAA દ્વારા અર્થ-ટૂ-અર્થ પ્રોજેક્ટને અમલમાં લાવવાની મંજૂરી અપાવામાં આવી શકે છે, જે લોકોને માત્ર એક કલાકમાં પૃથ્વી પરના કોઈ પણ બે શહેર વચ્ચે લઈ જશે. આ નવી ટેકનોલોજી ભવિષ્યમાં યાત્રાની દુનિયામાં ક્રાંતિ લાવશે.

આ પણ વાંચો:  Trump ની જીતથી નારાજ Americans માટે આ ક્રૂઝ કંપની લઇને આવી શાનદાર ઓફર!

Tags :
Advertisement

.

×