Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NATALIE FLEET : મારી સાથે થયું હતું દુષ્કર્મ, 15 વર્ષની ઉંમરે આપ્યો બાળકીને જન્મ; સાંસદનો ચોંકાવનારો ખુલાસો

બ્રિટનના એક મહિલા સાંસદે ઇન્ટરવ્યૂમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ખુલાસાઓ એટલી હદે ચોંકાવનારા છે કે, તે હવે વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાબત એમ છે કે, નતાલી ફ્લીટ બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી તરફથી નવનિયુક્ત સાંસદ તરીકે ચૂંટાઈ...
natalie fleet   મારી સાથે થયું હતું દુષ્કર્મ  15 વર્ષની ઉંમરે આપ્યો બાળકીને જન્મ  સાંસદનો ચોંકાવનારો ખુલાસો
Advertisement

બ્રિટનના એક મહિલા સાંસદે ઇન્ટરવ્યૂમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ ખુલાસાઓ એટલી હદે ચોંકાવનારા છે કે, તે હવે વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. બાબત એમ છે કે, નતાલી ફ્લીટ બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી તરફથી નવનિયુક્ત સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. NATALIE FLEET એ તેના જીવનના સંઘર્ષ વિશે ઘણી વાતો કરી છે. NATALIE FLEET એ એવો ખુલાસો કર્યો હતો કે, તેમણે ખૂબ જ નાની ઉંમરમાં બાળકને જન્મ આપ્યો હતો તેથી તેના કારણે તેઓ શરમ અને અપરાધથી ભરાઈ ગયા હતા.

NATALIE FLEET ના ચોંકાવનારા ખુલાસા

Advertisement

NATALIE FLEET લેબર પાર્ટી તરફથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે એક INTERVIEW માં કહ્યું કે - 23 વર્ષથી તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો અને ઘરે-ઘરે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમની પાસે રહેવાની જગ્યા નહોતી. તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે - તેમણે ખૂબ જ નાની ઉંમરમાં બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ તેઓ તેમની બાળકીને શ્રેષ્ઠ જીવન આપવા માંગે છે. NATALIE FLEET એ કહ્યું હતું કે - તેમણે જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે તેમની ઉંમર ખૂબ નાની હતી. તે સમયે તેમને ખબર ન હતી કે આ અસુરક્ષિત સંબંધો છે. તેમને વધુમાં કહ્યું હતું કે - તે એક વૃદ્ધ માણસ હતો અને મારી સાથે જે થયું તે એક બળાત્કાર હતો.

Advertisement

દર વર્ષે બળાત્કારને કારણે 3000 થી વધુ પ્રેગ્નન્સી થાય છે

NATALIE FLEET એ વધુમાં કહ્યું હતું કે - મારી પરિસ્થિતિમાં બહુ ઓછી મદદ મળ્યા બાદ હવે હું એવી મહિલાઓનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહી છું જેમના બાળકોને સારી સુવિધા મળતી નથી. નતાલીએ કહ્યું કે મને સંશોધનથી જાણવા મળ્યું છે કે દર વર્ષે બળાત્કારને કારણે 3000 થી વધુ પ્રેગ્નન્સી થાય છે. આવી સ્થિતિમાં આ મહિલાઓને મદદ કરવા માટે કોઈ ચેરિટી સંસ્થા નથી.

આ પણ વાંચો : કોણ છે કમલા હેરિસ? જે બની શકે છે US રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Tags :
Advertisement

.

×