નેપાળની નવી 'કુમારી દેવી': અઢી વર્ષની આર્યતારા શાક્ય, જાણો રહસ્યમય પ્રથા
- નેપાળમાં 2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી! (Kumari Devi Nepal Aryatara )
- આર્યતારા શાક્યને નવી જીવીત દેવી પસંદ કરાઈ
- 17મી સદીથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ
- પરંપરા અનુસાર લેવામાં આવી હતી કઠિન પરીક્ષા
- કુમારીની પૂજા હિન્દૂ અને બૌદ્ધ ધર્મના લોકો કરે છે
- 32 ગુણના આધારે કુમારીને પારખવામાં આવે છે
Kumari Devi Nepal Aryatara : નેપાળ, જે તેની સદીઓ જૂની સંસ્કૃતિ અને અનોખી પરંપરાઓ માટે જાણીતું છે, ત્યાં ફરી એકવાર કુમારી પ્રથા ચર્ચામાં આવી છે. આ એવી પરંપરા છે જ્યાં એક નાની બાળકીને સાક્ષાત દેવીનો અવતાર માનીને પૂજવામાં આવે છે. તાજેતરમાં, માત્ર અઢી વર્ષની બાળકી આર્યતારા શાક્યને નેપાળના નવા 'કુમારી દેવી' તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.
કાઠમંડુની સંસ્કૃતિનો આ એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં એક નાજુક અને નિર્દોષ બાળકી એકાંત જીવન જીવીને લાખો લોકો માટે સૌભાગ્ય અને આસ્થાનું પ્રતીક બની જાય છે.
Nepal માં 2 વર્ષ અને 8 મહિનાની બાળકી બની "જીવીત દેવી" ! | Gujarat First
Nepal માં 2 વર્ષ 8 મહિનાની બાળકી બની દેવી!
Aryatara Shakya ને નવી જીવીત દેવી પસંદ કરાઈ
17મી સદીથી ચાલી આવતી પરંપરા હજુ અકબંધ
પરંપરા અનુસાર લેવામાં આવી હતી કઠિન પરીક્ષા
કુમારીની પૂજા Hindu અને બૌદ્ધ ધર્મના… pic.twitter.com/rKYhTMlZeW— Gujarat First (@GujaratFirst) October 1, 2025
અઢી વર્ષની આર્યતારાનું અભિષેક
ભારતના પડોશી દેશ નેપાળમાં, મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ, એક અત્યંત પ્રાચીન અને પવિત્ર વિધિ કરવામાં આવી. માત્ર અઢી વર્ષની નાની બાળકી આર્યતારા શાક્યને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે નવા કુમારી દેવી તરીકે પસંદ કરીને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા.
એક ભવ્ય સમારોહમાં, સદીઓ જૂના ધાર્મિક વિધિઓ અનુસાર તેમનો અભિષેક કરવામાં આવ્યો, જેનાથી તે નેપાળના 'જીવિત દેવી' બની ગયા. કાઠમંડુ ખીણના લોકો આ પ્રથાને અત્યંત શ્રદ્ધાથી જુએ છે અને માને છે કે કુમારી દેવીના દર્શન માત્રથી પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આ પહેલા તૃષ્ણા શાક્ય શાહી કુમારી દેવી હતા, જેમને 27 સપ્ટેમ્બર 2017ના રોજ, જ્યારે તેઓ 3 વર્ષના હતા, ત્યારે આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા. કુમારી દેવીઓ ઘરની અંદર એકાંત અને ગુપ્ત જીવન જીવે છે અને વર્ષમાં માત્ર 13 વખત જ વિશેષ પ્રસંગોએ જાહેર જનતા સમક્ષ આવે છે.
'જીવિત દેવી'ની પસંદગીની કઠોર પ્રક્રિયા (Kumari Devi Nepal Aryatara )
નવા કુમારી દેવી, આર્યતારા શાક્ય,ની પસંદગી એક સખત અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા થઈ છે, જેમાં બહાદુરીની એક મુશ્કેલ કસોટીનો પણ સમાવેશ થાય છે. મંગળવાર, 30 સપ્ટેમ્બરના રોજ તેમના પિતા તેમને ઉંચકીને તાલેજુ ભવાની મંદિર લઈ ગયા, જ્યાં હજારો ભક્તો તેમની એક ઝલક જોવા માટે કતારમાં ઉભા હતા.
પાંચ વરિષ્ઠ બૌદ્ધ વજ્રાચાર્ય, મુખ્ય શાહી પૂજારી, તાલેજુ મંદિરના પૂજારી અને એક શાહી જ્યોતિષ કુમારીની પસંદગીના અનુષ્ઠાનની દેખરેખ રાખે છે.
કુમારી દેવી પસંદગી સમિતિના સભ્ય, સંગરત્ના શાક્યએ ન્યૂઝ એજન્સી ANIને આ પ્રક્રિયા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે કુમારીનો ઔપચારિક અભિષેક કરવા માટે કુલ બાર કડક માપદંડો પૂરા કરવા ફરજિયાત છે. આ માપદંડો પૂર્ણ થયા બાદ શાક્ય વંશના 12 'બહલ' (ક્ષેત્રો)ના બાળકોના નામ મંગાવવામાં આવે છે.
દેવીય ગુણોની કસોટી (Kumari Devi Nepal Aryatara )
કુમારી દેવીમાં શોધવામાં આવતા કેટલાક મુખ્ય ગુણો અને કસોટીઓ આ મુજબ છે:
- શારીરિક શુદ્ધતા: બાળકીના શરીર પર કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા, ઈજાના નિશાન કે કટ થયેલા હોવાના કોઈ પુરાવા ન હોવા જોઈએ.
- આયુ માપદંડ: બાળકીને માસિક ધર્મ ન આવ્યો હોય અને તેના દૂધના દાંત ન ખર્યા હોય.
- સંપૂર્ણ સ્વાસ્થ્ય: બાળકી સંપૂર્ણપણે શારીરિક રીતે સ્વસ્થ હોવી જોઈએ.
- આ શારીરિક શુદ્ધતા ઉપરાંત, બાળકીએ સાહસની એક મોટી પરીક્ષા પણ પસાર કરવી પડે છે.
- આ કસોટીમાં તેને બલિ ચઢાવેલા ભેંસો અને લોહીમાં નાચતા માસ્ક પહેરેલા લોકો વચ્ચેથી પસાર થવું પડે છે.
- જો બાળકી ડરનો સહેજ પણ સંકેત દર્શાવે, તો તેને દેવી તાલેજુનો અવતાર બનવા માટે યોગ્ય માનવામાં આવતી નથી.
- આ કઠિન પરીક્ષા ખાતરી કરે છે કે પસંદ કરાયેલ બાળકીમાં દેવીય ગુણોનું સમાવેશ હોય.
આ પણ વાંચો : Earthquake: ફિલીપાઈન્સમાં 6.9ના ભૂકંપથી ભારે તારાજી, અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા


