Nepalમાં ધરા ધ્રુજી, યુપી-ઝારખંડ-હિમાચલમાં પણ ભૂકંપની અસર
- નેપાળમાં આવ્યો 5.0 તીવ્રતાનો ભૂકંપ
- ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા
- હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી
Kathmandu: નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 મપાઈ છે. આ ભૂકંપના આંચકા નેપાળની સાથે ઉત્તર ભારતના ઘણા શહેરોમાં અનુભવાયા છે. દિલ્હી-એનસીઆર સહિત અનેક શહેરોમાં લોકોએ ભૂકંપની ધ્રુજારી અનુભવી છે. અગાઉ 17 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
20 કિમી ઊંડાઈએ ભૂકંપ
નેપાળમાં આવેલ 5.0ની તીવ્રતાના ભૂકંપથી નેપાળ સહિત આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 હતી, જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ તે કેટલો ભયંકર હશે. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. આ ભૂકંપ લગભગ 20 કિલોમીટરની ઊંડાઈએ હતો.
આ પણ વાંચોઃ Tariff War : ચીને આપ્યો અમેરિકાને જડબાતોડ જવાબ, 34% ટેરિફ લાદ્યો
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં આંચકા
ભૂકંપનું એપીસેન્ટર નેપાળ હોવા છતાં તેની અસર બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાઈ હતી. આ વિસ્તાર ભૂકંપથી હચમચી ગયા હતા. જોકે આ આંચકા એકદમ હળવા હતા જેના કારણે ઘણા લોકોને તે અનુભવાયા પણ ન હતા.
મ્યાનમારમાં ભૂકંપથી થયો હતો ભારે વિનાશ
તાજેતરમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. 28 માર્ચે મ્યાનમાર-થાઇલેન્ડમાં ભૂકંપથી ભારે વિનાશ થયો હતો. મ્યાનમારમાં આવેલા આ ભૂકંપમાં 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યાનમારમાં ભૂકંપથી થયેલા વિનાશ બાદ ઘણા દેશો સતત મદદ કરી રહ્યા છે. ભૂકંપના બીજા જ દિવસે ભારતે મ્યાનમારમાં ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યુ હતું. જેમાં કેન્દ્ર સરકારે દવા અને ખોરાક સહિત તમામ શક્ય જરૂરી મદદ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ Bangladesh માં ભયાનક હિંસા, 70-80 હુમલાખોરો શેખ હસીના પક્ષના નેતાના ઘરમાં ઘૂસી ગયા