Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

New Jersey : એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ભીષણ ગરમી, હિટ એલર્ટ જાહેર કરાયું

અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના એડિસન (Edison) અને પિસ્કાટાવે (Piscataway) શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચ્યો. ભીષણ ગરમીને પરિણામે હવામાન વિભાગે હિટ એલર્ટ (Heat Alert) જાહેર કર્યુ છે. વાંચો વિગતવાર.
new jersey   એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ભીષણ ગરમી  હિટ એલર્ટ જાહેર કરાયું
Advertisement
  • ન્યૂ જર્સી રાજ્યના એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ભીષણ ગરમી
  • અનેક લોકો હિટ સ્ટ્રોકના શિકાર બન્યા
  • હવામાન વિભાગે હિટ એલર્ટ જાહેર કર્યુ છે

New Jersey : યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૂર્વ ભાગમાં ભયંકર ગરમીનો વર્તારો છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના એડિસન અને પિસ્કાટાવે શહેરમાં 29 જુલાઈના રોજ ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચ્યો છે. અનેક લોકો હિટસ્ટ્રોક (Heatstroke) નો ભોગ બની રહ્યા છે. ભીષણ ગરમીને પરિણામે હવામાન વિભાગે હિટ એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા ચેતવણી આપી છે.

16 કરોડ લોકોને અસર

વર્ષ 1936 અને 2011 બાદ સૌથી વધુ ગરમી 2025માં પડી રહી છે. આ અઠવાડિયે ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન વિસ્તારમાં તાપમાન 102 ડિગ્રી ફેરનહીટ એટલે કે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. વોશિંગ્ટન, બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા, ન્યૂ યોર્ક સિટી અને બોસ્ટનમાં ઊંચા તાપમાનની આગાહી કરવામાં આવી છે. ન્યૂ જર્સી રાજ્યના એડિસન અને પિસ્કાટાવે શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચ્યો. આ મહિનામાં સૌથી વધુ ગરમી 29 જુલાઈ 2025 ના દિવસે નોંધાઈ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં વધુ પડતી ગરમી એ સૌથી ઘાતક સંકટ ગણાય છે. વાવાઝોડા અથવા ટોર્નેડો જેવી કુદરતી આફતો કરતાં પણ વધુ મૃત્યુ ગરમી વધવાથી થાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Earthquake: વિશ્વના સૌથી શક્તિશાળી ભૂકંપ વિશે જાણો સમગ્ર માહિતી

હિટ એલર્ટ જાહેર કરાયું

અમેરિકામાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાષ્ટ્રીય હવામાન સેવા (National Weather Service-NWS) અનુસાર મેનહટનના ફેફસાં તરીકે ઓળખાતા સેન્ટ્રલ પાર્કમાં જુલાઈ 2025માં 96 F એટલે કે 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન 1888 ના રેકોર્ડની બરાબર હતું. NWS એ અહેવાલ આપ્યો છે કે દેશના પૂર્વી ત્રીજા ભાગમાં આવેલા ઓછામાં ઓછા 29 રાજ્યોમાં અતિશય ગરમી 160 મિલિયન લોકોને અસર કરી રહી છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, ગરમીના જોખમ સંદર્ભે હિટ એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ Earthquake in Russia : કામચાત્કા દરિયાકાંઠાના વિસ્તારમાં 8.7નો ભૂકંપ આવ્યો, જાપાનમાં પણ સુનામીની આગાહી કરાઈ

Tags :
Advertisement

.

×