Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Covid-19 મામલે શું ચીન અને અમેરિકા આપણને છેતરી રહ્યા છે?

કોરોનાના નવા રિપોર્ટમાં ચીન અને અમેરિકા પર આક્ષેપ Covid-19: ચીનની લેબમાં ફેલાવાનો દાવો Covid-19 નો ભય: શું ચીન અને અમેરિકાની સંડોવણી છે? લેબમાં પ્રયોગિક ભૂલ: Covid-19 ના ફેલાવા પાછળ કોણ જવાબદાર? Covid-19 : 2020માં ભારત અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો...
covid 19 મામલે શું ચીન અને અમેરિકા આપણને છેતરી રહ્યા છે
Advertisement
  • કોરોનાના નવા રિપોર્ટમાં ચીન અને અમેરિકા પર આક્ષેપ
  • Covid-19: ચીનની લેબમાં ફેલાવાનો દાવો
  • Covid-19 નો ભય: શું ચીન અને અમેરિકાની સંડોવણી છે?
  • લેબમાં પ્રયોગિક ભૂલ: Covid-19 ના ફેલાવા પાછળ કોણ જવાબદાર?

Covid-19 : 2020માં ભારત અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસ (Covid-19) લોકો માટે તેમના જીવનનો એક ભયાવહ ટર્નિંગ પોઈન્ટ બની ગયો હતો. આ વાયરસને કારણે દુનિયાભરમાં અનેક લોકોના જીવ ગયા હતા. ખાસ કરીને, આ મરણોત્તર લડાઈમાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા. Covid-19 ના આફતના કારણે દુનિયાભરના દેશોએ લૉકડાઉન જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 2019 ના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં પહેલા કેસની નોંધ થઈ હતી, ત્યારથી આ વાયરસ વિશ્વમાં ઝડપથી ફેલાઈ ગયો.

કોરોના વાયરસનું ચીન સાથે જોડાણ

એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં આ મામલો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. નવા 520 પાનાના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે Covid-19 નું ફેલાવવાનું મુખ્ય કારણ ચીનમાં આવેલી એક લેબમાં પ્રયોગિક ભૂલ હતી. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, Covid-19 વાયરસ વુહાનમાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો તેનાથી પહેલા જ પીડિત થયા હતા. ન્યાય વિભાગે આ મામલાને સમજવા માટે ગુપ્ત તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement

અમેરીકાની સંડોવણી અને આરોપો

આ રિપોર્ટમાં માત્ર ચીન પર જ નહીં, પરંતુ અમેરિકી એજન્સીઓ પર પણ આરોપો મૂકવામાં આવ્યા છે. આમાં જણાવાયું છે કે, Covid-19 પર સંશોધન કરવા માટે, જે લેબમાં કાર્ય કરવામાં આવ્યું હતું તે ફંડ યુ.એસ. સરકાર દ્વારા પુરું પાડવામાં આવ્યું હતું. ઇકોહેલ્થ એલાયન્સ જેવી સંસ્થાઓએ આ સંશોધન સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ લેબમાં Covid જેવા વાયરસ પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું, જે વધુમાં વધુ ફેલાવાની પરિસ્થિતિને જન્મ આપે છે.

Covid-19 ફેલાવાની સંભાવના

આ રિપોર્ટ દ્વારા એ પણ જણાવાયું છે કે, જો Covid-19 ના ફેલાવાની પાછળ કુદરતી સંજોગો હોય, તો તે ઘમા સમય પહેલા સામે આવી ગયું હોત. વિજ્ઞાનીઓના દાવાઓ અને તબીબી માહિતી અનુસાર, વૈશ્વિક રીતે આ વાયરસના અસરો પર એક વિશાળ ચર્ચા થઈ રહી છે.

ભારતની સ્થિતિ

આ સિવાય, Covid-19 ના પહેલા કેસની નોંધ 2019ના ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં થઈ હતી. સુત્રોની માનીએ તો ભારતમાં, 30 જાન્યુઆરી 2020ના રોજ પહેલા કેસનો ખુલાસો થયો હતો. ત્યારબાદ, ભારત અને બીજા દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક અહેવાલ અનુસાર, ભારતના અંદાજે 47 લાખ લોકોના મોત કોરોનાથી થયા હતા, જે એક વિશાળ આંકડો છે.

આ પણ વાંચો:  કોરોનાની ઉત્પત્તિ થઇ તે જ લેબે બનાવી દીધી ભવિષ્યની મહામારીનો સામનો કરવા માટે રસી

Tags :
Advertisement

.

×