Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'યુવતીઓ ઇચ્છે છે કે ઇમરાન તેમના બેડરૂમમાં આવે...', પાકિસ્તાનના મૌલાના ડીઝલના આ નિવેદનથી મચ્યો હડકંપ

પાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન તેમના એક નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે.  પાકિસ્તાનના રાજકીય પક્ષ JUI-Fના પ્રમુખ ફઝલુર રહેમાનને 'મૌલાના ડીઝલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર પ્રહારો કર્યા હતા. આ માટે તેમણે ઈમરાનના સમર્થકોને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો મૌલાના ડીઝલની આકàª
 યુવતીઓ ઇચ્છે છે કે ઇમરાન તેમના બેડરૂમમાં આવે      પાકિસ્તાનના મૌલાના ડીઝલના આ નિવેદનથી મચ્યો હડકંપ
Advertisement
પાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન તેમના એક નિવેદનને લઇને વિવાદમાં આવ્યા છે.  પાકિસ્તાનના રાજકીય પક્ષ JUI-Fના પ્રમુખ ફઝલુર રહેમાનને 'મૌલાના ડીઝલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર પ્રહારો કર્યા હતા. આ માટે તેમણે ઈમરાનના સમર્થકોને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો મૌલાના ડીઝલની આકરી ટીકા કરી રહ્યા છે.    
શું કહ્યું મૌલાનાએ ?
ઈમરાનના સમર્થકો પર નિશાન સાધતા મૌલાનાએ કહ્યું હતુ  "એવા લોકો છે જેઓ કહે છે કે ઇમરાન ખાન અમારી માતા સાથે વ્યભિચાર કરે તો પણ અમે તેને મત આપીશું... એવી યુવતીઓ છે, જે કહે છે, મારું દિલ ઈચ્છે છે કે તે મારા બેડરૂમમાં કોઈક સમયે આવે. 
મારિયાના બાબરે મૌલાનાને લીધા આડેહાથ 
પાકિસ્તાની પત્રકાર મારિયાના બાબરે ફઝલુર રહેમાનનો વીડિયો શેર કરતા લખ્યું, 'મૌલાના તમારા પર શરમ આવે છે. રાજકીય ચર્ચાઓમાં મહિલાઓને શા માટે અપમાનિત થવું પડે છે? જો ટૂંક સમયમાં કોઈ સ્ત્રી તમને જોરથી થપ્પડ મારે તો નવાઈ પામશો નહીં. ઈમરાન ખાનના સમર્થકોને તેમને પ્રેમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હું આશા રાખું છું કે જ્યારે તમે ઘરે જશો ત્યારે તમારી સ્ત્રીઓ તમને અંદર જવા નહીં દે.'
કેટલાક લોકોએ કર્યો મૌલાનાનો બચાવ 
એક તરફ જ્યાં કેટલાક યુઝર્સ મૌલાનાના નિવેદનને ખરાબ ગણાવતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાકે તેનો બચાવ કર્યો. તાજેતરના એક વીડિયોમાં મૌલાના કહેતા જોવા મળ્યા હતા કે, "જે સરકાર અમે હટાવી છે, અમે માત્ર સરકારને હટાવી નથી પરંતુ દેશને બચાવ્યો છે." આ વખતે પણ તેમનો સંદર્ભ ઈમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ સરકાર તરફ હતો.  મહત્વપૂર્ણ છે કે વિપક્ષી દળોએ સાથે આવીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×