Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધરી ઉઠ્યું છે. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ વિસ્તારમાં ફરી બે બોમ્બ વિસ્ફોટથી હડકંપ મચી ગયો છે. ગુરુવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા હતા. જ્યારે 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા પણ છેલ્લા ગુરુવારે આ જ વિસ્તારની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ડઝનબંધ નમાઝીઓ માર્યા ગયા હતા.આ બોમ્બ બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના મઝાર-એ-શરીàª
અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ  9 લોકોના મોત  અનેક ઈજાગ્રસ્ત
Advertisement

અફઘાનિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધરી ઉઠ્યું છે. અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફ વિસ્તારમાં ફરી બે બોમ્બ વિસ્ફોટથી હડકંપ
મચી ગયો છે. ગુરુવારે સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં નવ લોકો માર્યા ગયા હતા.
જ્યારે
13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ
પહેલા પણ છેલ્લા ગુરુવારે આ જ વિસ્તારની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.
જેમાં ડઝનબંધ નમાઝીઓ માર્યા ગયા હતા.આ બોમ્બ બ્લાસ્ટ બલ્ખ પ્રાંતના
મઝાર-એ-શરીફ વિસ્તારમાં થયો હતો. ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર બંને વિસ્ફોટોમાં
જાહેર પરિવહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રાંતીય આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ
કરી કે હોસ્પિટલોને મૃતકોના મૃતદેહ મળ્યા છે અને તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા છે.

Nine killed, 13 injured in two blasts in Afghanistan's Balkh province

Read @ANI Story | https://t.co/zKAlaYDLlF#Afghanistan pic.twitter.com/5w0r5qcvj5

— ANI Digital (@ani_digital) April 28, 2022" title="" target="">javascript:nicTemp();

ઉલ્લેખનિય છે કે
ગુરુવારે મઝાર-એ-શરીફની એક મસ્જિદમાં વિસ્ફોટમાં ડઝનબંધ નમાઝીઓ માર્યા ગયા હતા અને
અનેક લોકો ઘાયલ થયા હતા. મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લગભગ
400 લોકો નમાઝ વાંચી રહ્યા હતા. ઈસ્લામિક સ્ટેટ (ISIS) 21 એપ્રિલના વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જો કે આ હુમલાની જવાબદારી
હજુ સુધી કોઈએ લીધી નથી. 

Advertisement
Tags :
Advertisement

.

×