નાસાના સૌથી શક્તિશાળી મિશન Artemis 1નું કાઉન્ટડાઉન અટક્યું, જાણો કારણ
NASAના મહત્વકાંક્ષી મૂન મિશન એટલે કે અર્ટેમિસ 1ને હાલ સ્થગિત કરવામાં આવી શકે છે. કારણ કે આજે લોન્ચિંગના થોડાં સમય પહેલા વૈજ્ઞાનિકોએ ઈંધણ લીક અને તિરાડ જોવા મળી છે. હવે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે નાસા આ મિશનને થોડાં સમય માટે સ્થગિત કરી દે. દુનિયાના સૌથી શક્તિશાળી અને મોટું રોકેટ ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39B પર તૈનાત છે. હાલ કાઉન્ટડાઉન અટકાવી દેવામાં આવ્યું છે.Artemis
Advertisement
NASAના મહત્વકાંક્ષી મૂન મિશન એટલે કે અર્ટેમિસ 1ને હાલ સ્થગિત કરવામાં આવી શકે છે. કારણ કે આજે લોન્ચિંગના થોડાં સમય પહેલા વૈજ્ઞાનિકોએ ઈંધણ લીક અને તિરાડ જોવા મળી છે. હવે આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે નાસા આ મિશનને થોડાં સમય માટે સ્થગિત કરી દે. દુનિયાના સૌથી શક્તિશાળી અને મોટું રોકેટ ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39B પર તૈનાત છે. હાલ કાઉન્ટડાઉન અટકાવી દેવામાં આવ્યું છે.
Artemis 1 મિશન લોન્ચ વિન્ડો આજે સાંજે સાડા છ થી સાડા આઠ વચ્ચે હતું. નાસાએ (NASA) સોમવારની સવારે જણાવ્યું કે, અમે એક નાના ફ્યૂલ લીકને અટકાવવા પ્રયાસ કરી રહ્યાં છીએ. પરંતું નાસા દ્વારા તેમાં કેટલો સમય લાગશે તેની સ્પષ્ટતા કરી નથી. રોકેટમાં ઈંધણ તરીકે હાઈડ્રોજન અને ઓક્સિજન ભરવામાં આવે છે. પરંતુ લીકેજ ના કારણે આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેની પહેલાં થોડાં સમય માટે હવામાનના કારણોસર ઈંધણ ભરવાની પ્રક્રિયા અટકાવવામાં આવી હતી.
Artemis 1 અમેરીકાની અંતરિક્ષ એજન્સી નાસાના (NASA) માર્સ પર્સિવરેંસ રોવર બાદનું ખુબ મહત્વપૂર્ણ મિશન છે. નાસા સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) રોકેટના માધ્યમથી ઓરિયન ઓરિયન સ્પેસશીપને ચંદ્રની ચારેય તરફ ચક્કર લગાવીને પરત આવવા માટે મોકલવામાં આવી રહ્યું છે. જેથી વર્ષ 2025માં મનુષ્યને ચંદ્રમાની સપાટી પર ઉતારવા માટે અર્ટેમિસ મિશનનો બીજો ભાગ મોકલી શકાય. પરંતુ હાલ આજના લોન્ચમાં મોડું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફ્યૂલ લીક જો કોઈ તિરાડમાંથી થઈ રહી હશે તો પહેલા ટેન્ક ખાલી કર્યાં બાદ તિરાડ ઠીક કરી ફરીથી ઈંધણ ભરી રોકેટને ટેકઓફ માટે તૈયાર કરવી પડશે. તેમાં ઓછામાં ઓછો 24 કલાક કે તેનાથી વધારે સમય પણ લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે, નાસાનું (NASA) અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ પૃથ્વીથી અંતરીક્ષની સફરે નિકળવાનું હતું. નાસા 50 વર્ષના લાંબા અંતરાલ બાદ માણસોને ચંદ્ર પર મોકલવાની તૈયારી કર્યું છે. વર્ષ 1972 બાદ એવું પહેલી વખત હશે જ્યારે ચંદ્ર પર મનુષ્ય પોતાના પગ રાખશે. નાસા Artemis 1 મિશન હેઠળ પોતાની પહેલી ટેસ્ટ ફ્લાઈંગ અંતરીક્ષમાં મોકલી રહ્યું છે. Artemis 1 મિશન અંતર્ગત ઓરિયન સ્પેસક્રાફ્ટને મોકલવામાં આવશે જેમાં સૌથી ઉપર 6 લોકોને બેસવા માટે ડીપ સ્પેસ એક્સપ્લોરેશન કેપ્સૂલ છે. તેમાં 322 ફુટ લાંબુ અને 2600 ટન વજન ધરાવતા લોન્ચ સિસ્ટમ મેગારોકેટ હશે. આ રોકેટ સોમવારે સવારે 8.33 વાગ્યે પોતાના પહેલા લિફ્ટ ઓફ માટે તૈયાર છે. તેને ફ્લોરિડાના તે કેપ કૈનાવેરલ લોન્ચ કોમ્પ્લેક્સ પરથી લોન્ચ કરવામાં આવશે, જ્યાં અડધી સદી પહેલા ઓપોલો લૂનર મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ લીકેજ અને ક્રેકને કારણે તેમાં મોડું થઈ રહ્યું છે.
Advertisement


