એલન મસ્કનો યૂ-ટર્ન, બરતરફ કરાયેલા કર્મચારીઓમાંથી અનેકને બોલાવ્યા નોકરી પર પરત
ફરજ પર પુનઃ જોડાવવા માટે કહ્યું ટ્વિટરના નવા બોસ બનતાની સાથે જ એલોન મસ્કે અડધાથી વધુ કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરી હતી. જો કે ગણતરીના કલાકોમાંજ એલોન મસ્કે યુ ટર્ન લીધો છે.મસ્કે નોકરીમાંથી બરતરફ કરાયેલા અનેક કર્મચારીઓને ફરજ પર પાછા બોલાવી લીધા છે. એવા સમાચાર સામે આવ્યા છે ટવીટરે બરતરફ કરાયેલા અનેક કર્મચારીઓને ફરીથી નોકરીમાં જોડાઇ જવા કહી દીધું છે. જો કે ઉલ્લેખનીય વાત એ
Advertisement
ફરજ પર પુનઃ જોડાવવા માટે કહ્યું
ટ્વિટરના નવા બોસ બનતાની સાથે જ એલોન મસ્કે અડધાથી વધુ કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરી હતી. જો કે ગણતરીના કલાકોમાંજ એલોન મસ્કે યુ ટર્ન લીધો છે.મસ્કે નોકરીમાંથી બરતરફ કરાયેલા અનેક કર્મચારીઓને ફરજ પર પાછા બોલાવી લીધા છે. એવા સમાચાર સામે આવ્યા છે ટવીટરે બરતરફ કરાયેલા અનેક કર્મચારીઓને ફરીથી નોકરીમાં જોડાઇ જવા કહી દીધું છે. જો કે ઉલ્લેખનીય વાત એ છે કે કંપનીએ બરતરફ કરાયેલા તમામ કર્મચારીઓને જોબ પર પરત નથી બોલાવ્યા. બરતરફ કરાયેલા કર્મચારીઓમાંથી કેટલા કર્મચારીઓને નોકરી પર પરત બોલાવાયા છે તેનો આંકડો સામે આવ્યો નથી
3700 લોકોને બરતરફીનો મેઇલ કરાયો હતો
તમને જણાવી દઈએ કે ટ્વિટરે લગભગ 3,700 લોકોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો અને તેમની પાસેથી એક્સેસ લઇ લીધું હતું . આમાં ટ્વિટર ઈન્ડિયાના 200 કર્મચારીઓ હતા. કંપનીએ બધાને ઈમેલ દ્વારા નોકરીમાંથી હટાવવાની જાણકારી આપી હતી. ટ્વિટર ઈન્ડિયાના કેટલાક કર્મચારીઓ કે જેમણે તેમની નોકરી ગુમાવી હતી તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ શુક્રવારે મોડી સાંજે સિસ્ટમમાં લૉગ ઇન થયા ત્યારે તેમને જાણ થઈ કે કંપનીએ તેમની ઍક્સેસ પાછી ખેંચી લીધી છે.
એલન મસ્કે ટ્વિટર પર છટણીને લઇને કરી હતી સ્પષ્ટતા
એલન મસ્કે ટ્વિટરના છટણીના સમાચાર પર પોતાની સ્પષ્ટતા આપી હતી. મસ્કે ટ્વીટ કરીને કહ્યું હતું કે દુર્ભાગ્યવશ કંપની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. છટણી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે કંપની દરરોજ 4 મિલિયન ડોલરનુ નુકસાન કરી રહી છે.. મસ્કે આગળ લખ્યું હતું કે જે કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે તેમને 3 મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. આ કાયદાકીય જોગવાઇ કરતાં 50 ટકા વધુ છે.


