Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયામાં ડુંગળી મોંઘી તો ભારતમાં ખેડુતોને નથી મળતા પુરતા ભાવ, આટલો તફાવત કેમ? જાણો

સમગ્ર વિશ્વમાં ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે ઘણા દેશોમાં તેની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જ્યારે આનાથી વિપરિત ભારતમાં ખેડુતોને ડુંગળીની (Onion) પુરતા ભાવ નથી મળતા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો એક ખેડૂત ડુંગળી વેચવા માટે 70 કિમી દૂર ગયો હતો, પરંતુ તેની 512 કિલો ડુંગળી માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી. ખેડૂતને (Farmers) તેના પાક માટે રૂ.512 મળ્યા, જેમાં તેમને પાકનà
દુનિયામાં ડુંગળી મોંઘી તો ભારતમાં ખેડુતોને નથી મળતા પુરતા ભાવ  આટલો તફાવત કેમ  જાણો
સમગ્ર વિશ્વમાં ડુંગળીની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે ઘણા દેશોમાં તેની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જ્યારે આનાથી વિપરિત ભારતમાં ખેડુતોને ડુંગળીની (Onion) પુરતા ભાવ નથી મળતા. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો એક ખેડૂત ડુંગળી વેચવા માટે 70 કિમી દૂર ગયો હતો, પરંતુ તેની 512 કિલો ડુંગળી માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી. ખેડૂતને (Farmers) તેના પાક માટે રૂ.512 મળ્યા, જેમાં તેમને પાકને બજારમાં લઇ જવાનો ખર્ચ બાદ કરીને રૂ.2નો ચેક આપવામાં આવ્યો.
ફિલિપાઈન્સ
હાલ દુનિયાના અનેક દેશોમાં ડૂંગળીની કિંમત સાતમાં આસમાને છે. આની શરૂઆત ફિલિપાઈન્સમાં થઈ હતી. ફિલિપાઈન્સમાં મીટ કરતાં ડુંગળીની કિંમત વધુ છે. ફિલિપાઈન્સમાં ડુંગળી એટલી મોંઘી થઈ ગઈ છે કે લોકો તેની તુલના સોના સાથે કરવા લાગ્યા છે. તુર્કીથી લઈને કઝાકિસ્તાન સુધી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે. શાકભાજીથી લઈને સલાડ અને કરી સુધી, સમગ્ર વિશ્વમાં ડુંગળીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. પાકિસ્તાનમાં પૂર, મધ્ય એશિયામાં હિમ પ્રકોપ અને યુક્રેનમાં યુદ્ધને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ, ભારતમાં ખેડૂતોને ખર્ચને અનુરૂપ ભાવ મળી રહ્યા નથી. ખેડૂતોને એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવી પડે છે.
તુર્કી, કાઝાકિસ્તાન અને મોરોક્કોમાં પણ  આ જ સ્થિતિ
ફિલિપાઈન્સમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં ડુંગળીના ભાવ સપ્ટેમ્બરથી વૈશ્વિક સરેરાશ કરતા વધુ રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં તેની કિંમત ચાર ગણી વધી છે. ત્યાં લાલ ડુંગળીની કિંમત 2,476 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જે ચિકનની કિંમત કરતાં ત્રણ ગણી અને બીફ કરતાં 25% વધુ છે. ફિલિપાઈન્સમાં ગયા વર્ષે અનેક વાવાઝોડાંને કારણે પાકને ભારે નુકસાન થયું હતું. ડુંગળીના સંગ્રહખોરી પણ થતી હોવાનું સામે આવ્યું છે હવે ત્યાંની સરકારે તેની તપાસના આદેશ આપ્યા છે. માત્ર ફિલિપાઈન્સ જ નહી તુર્કી, કાઝાકિસ્તાન અને મોરોક્કોમાં પણ ડુંગળીના ભાવ આસમાને છે.
કેમ વધી કિંમતો?
  •  યુરોપિયન યુનિયનમાં પાકની નિષ્ફળતા અને દુષ્કાળને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ગયા વર્ષે યુરોપના ભાગોમાં દુષ્કાળ પડ્યો હતો.
  • વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો નિકાસ કરનાર નેધરલેન્ડ પર પણ તેની અસર પડી હતી. જેના કારણે દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં ત્યાં ડુંગળીની જથ્થાબંધ કિંમત 58 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. ડુંગળી પર પણ હવામાનની અસર જોવા મળી હતી. ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં હિમના કારણે ડુંગળીનો સ્ટોક નાશ પામ્યો હતો. આ દેશોએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
  • પાકિસ્તાનમાં પૂર, મધ્ય એશિયામાં હિમ પ્રકોપ અને યુક્રેનમાં યુદ્ધને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. તેવી જ રીતે ઉત્તર આફ્રિકામાં ખેડૂતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પૂરને કારણે ડુંગળીનો પાક પ્રભાવિત થયો છે અને તેને ઈરાન, ઉઝબેકિસ્તાન અને તુર્કીથી આયાત કરવી પડે છે.
  • યુક્રેનમાં યુદ્ધને કારણે ઉત્પાદન પ્રભાવિત થયું છે. યુક્રેનને પોલેન્ડ, રોમાનિયા, મોલ્ડોવા, કઝાકિસ્તાન અને તુર્કીમાંથી ડુંગળી આયાત કરવી પડે છે. યુદ્ધ પહેલા યુક્રેન આ દેશોમાં નિકાસ કરતું હતું.
ભારતમાં વિપરિત સ્થિતિ
આ બધા વચ્ચે ભારતમાં ડૂંગળીની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યો છે. છેલ્લા બે વર્ષથી સ્થિર રહ્યા બાદ આ વર્ષે દેશમાંથી ડુંગળીની નિકાસ વધી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયામાંથી વધતી માંગને કારણે આમાં ઝડપ આવી છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 15.19 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે, જ્યારે આખા વર્ષ દરમિયાન 15.38 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. દેશમાં ઉત્પાદિત થતી કુલ ડુંગળીમાંથી 10 થી 15 ટકા નિકાસ થાય છે. દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં થાય છે. પશ્ચિમ એશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, મલેશિયા અને નેપાળમાં ભારતીય ડુંગળીની ખૂબ માંગ છે તેમ છતાં ખેડૂતોને તેની ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં તે વાસ્તવિતા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.