Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીની પાકિસ્તાની બહેને રાખડી મોકલીને આપી દુઆ? જાણો કોણ છે

રક્ષાબંધનના શુભ પ્રસંગ પહેલા, વડા પ્રધાન મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે રાખડી મોકલી હતી અને તેમને 2024 ની સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી.આ વખતે પીએમ મોદી દિલ્હી બોલાવશે તેવી આશા પીએમ મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે કહ્યું કે તેમણે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આશા છે કે તેઓ આ વખતે પીએમ મોદીને મળશે. તેમણે કહ્યું કે મને આશા છે કે તેઓ પીએમ મોદી આ વખતે મને દિલ્હી બ
pm મોદીની પાકિસ્તાની બહેને રાખડી મોકલીને આપી દુઆ  જાણો કોણ છે
Advertisement

રક્ષાબંધનના શુભ પ્રસંગ પહેલા, વડા પ્રધાન મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખે રાખડી મોકલી હતી અને તેમને 2024 ની સામાન્ય ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી.

આ વખતે પીએમ મોદી દિલ્હી બોલાવશે તેવી આશા 
પીએમ મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે કહ્યું કે તેમણે તમામ તૈયારીઓ કરી લીધી છે અને આશા છે કે તેઓ આ વખતે પીએમ મોદીને મળશે. તેમણે કહ્યું કે મને આશા છે કે તેઓ પીએમ મોદી આ વખતે મને દિલ્હી બોલાવશે. મેં બધી જ તૈયારીઓ કરી લીધી છે. મેં એમ્બ્રોઇડરી ડિઝાઇનવાળી રેશ્મી રિબનનો ઉપયોગ કરીને જાતે જ આ રાખડી બનાવી છે.

Advertisement

મોદી 2024માં પણ ભારતના પ્રધાનમંત્રી બનશે 
કમર મોહસીને એક પત્ર લખ્યો હતો અને પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. તેમણે તેમને 2024 ની ચૂંટણી માટે શુભેચ્છા પણ પાઠવી હતી. પત્રમાં તેમણે લખ્યું કે મેં પીએમ મોદીના લાંબા અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી. તમે જે રીતે કરી રહ્યા છો તે જ રીતે સારું કામ કરતા રહો. તેમણે કહ્યું કે 2024 ની ચૂંટણીમાં, નરેન્દ્ર મોદી જ ફરી પ્રધાનમંત્રી બનશે તેમાં કોઈ શંકા નથી. પીએમ મોદી આના હકદાર છે કારણ કે તેની પાસે તે ક્ષમતાઓ છે અને હું ઈચ્છું છું કે તે દર વખતે ભારતના વડા પ્રધાન બને.

Advertisement

પીએમ મોદીના પાકિસ્તાની બહેન દર વર્ષે મોકલે છે રાખડી 
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બહેન કમર મોહસિન શેખે ગયા વર્ષે પણ તેમને રાખડી અને રક્ષાબંધનનું કાર્ડ મોકલ્યું હતું.

Tags :
Advertisement

.

×