યુક્રેનના કેટલાક વિસ્તારોના વિલય પહેલા રશિયાએ લોકોના ટોળા પર વરસાવ્યા બોમ્બ, 25ના મોત
રશિયા દ્વારાયુક્રેન (Ukraine)ના ચાર ભાગોને તેના દેશમાં ભેળવી દેવામાં આવશે તેવી આજે રશિયા (Russia) નીઔપચારિક જાહેરાતપૂર્વેઝા પોરીઝીઝિયા (Zaporizhzhya)શહેરમાં માનવતાવાદી કાફલા પર બોમ્બમારો (Bombardment)કરવામાં આવ્યો હતો. રશિયન હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા અને 58 ઘાયલ થયા હતા. ઝાપોરિઝિયા સહિત યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં સામેલ કરવા પર જનમત સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે તેમને ઔપચારિક રીતે રશિàª
Advertisement
રશિયા દ્વારાયુક્રેન (Ukraine)ના ચાર ભાગોને તેના દેશમાં ભેળવી દેવામાં આવશે તેવી આજે રશિયા (Russia) નીઔપચારિક જાહેરાતપૂર્વેઝા પોરીઝીઝિયા (Zaporizhzhya)શહેરમાં માનવતાવાદી કાફલા પર બોમ્બમારો (Bombardment)કરવામાં આવ્યો હતો. રશિયન હુમલામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા અને 58 ઘાયલ થયા હતા. ઝાપોરિઝિયા સહિત યુક્રેનના ચાર વિસ્તારોને રશિયામાં સામેલ કરવા પર જનમત સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે તેમને ઔપચારિક રીતે રશિયામાં ભેળવી દેવામાં આવશે. બોમ્બ વિસ્ફોટ શા માટે કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકો મોત થયા છે. યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું.
રશિયામાં ભળશે યુક્રેનની 15 ટકા જમીન
રશિયાએ અત્યાર સુધીમાં કીવ-ખારકીવ વતી, પૂર્વમાં ડોનબાસ પ્રદેશમાંથી અને દક્ષિણમાં ખેરસન, ઝાપોરિઝ્શિયા અને માયકોલેવની બાજુએથી યુક્રેનની જમીનનો સારો એવો જથ્થો કબજે કર્યો છે. હાલમાં રશિયામાં સમાવેશ માટે જે ચાર પ્રદેશો રાખવામાં આવ્યા છે તેમાં ડોનેત્સ્ક, લુહાન્સ્ક (પૂર્વયુક્રેન) અને ખેરસન, ઝાપોરિઝિયા (દક્ષિણ યુક્રેન)નો સમાવેશ થાય છે. આ ચાર પ્રદેશો યુક્રેનના જમીન વિસ્તારનો લગભગ 15 ટકા હિસ્સો ધરાવે છે.
યુક્રેનના ચાર પ્રદેશો રશિયામાં ઉમેરવામાં આવશે
રશિયાની સંસદના મુખ્ય મથક ક્રેમલિને કહ્યું છે કે યુક્રેનના જે ચાર પ્રદેશોને રશિયામાં સામેલ કરવા માટે રાખવામાં આવ્યા છે તેને શુક્રવારે દેશમાં ઉમેરવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે ક્રેમલિનમાં એક સમારોહ દરમિયાન યુક્રેનના ચાર પ્રદેશો - લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ખેરસાન અને જાપોરીઝિયાનો રશિયામાં સમાવેશ કરવામાં આવશે. પેસ્કોવે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્રેમલિન કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન જનમત સંગ્રહમાં રાખવામાં આવેલા ચાર પ્રદેશોને રશિયામાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પેસ્કોવે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે ક્રેમલિનના સેન્ટ જ્યોર્જ હોલમાં શુક્રવારે એક સમારોહ દરમિયાન ચાર પ્રદેશોના વડાઓ રશિયામાં જોડાવા માટે સંધિઓ પર હસ્તાક્ષર કરશે.
નાટો દેશો રશિયા સામે કર્ય્યાવાહી કરશે
બીજી તરફ અમેરિકા અને પશ્ચિમી દેશોએ કહ્યું છે કે આ જનમત સંગ્રહ ખોટો અને ગેરકાયદેસર છે. તે કોઈપણ સંજોગોમાં માન્યતા પ્રાપ્ત થશે નહીં. આના કારણે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે નવા ટકરાવની સંભાવના વધી ગઈ છે. નાટો દેશોએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં રશિયા સામે પ્રતિક્રિયાશીલ પગલાં લેશે.
અમેરિકી સરકારે એડવાઇઝરી જાહેર કરી
અમેરિકાએ રશિયા-યુક્રેનમાં યુદ્ધને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. તેમણે પોતાના દેશના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડવાનું કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "કોઈપણ અમેરિકન નાગરિકો કે જેઓ હાલમાં રશિયામાં છે તેઓએ તાત્કાલિક ત્યાંથી નીકળી જવું જોઈએ અને જેઓ રશિયાની મુસાફરી
બ્લિન્કેને રશિયા પર યુક્રેનમાં 'જમીન પચાવી પાડવા' માટે જનમત સંગ્રહનો આરોપ લગાવ્યો
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને ગુરુવારે યુક્રેનમાં જનમત સંગ્રહ બાદ રશિયા પર "જમીન પચાવી પાડવાનો" આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અમેરિકા ક્યારેય શરમજનક લોકમતની કાયદેસરતા અથવા પરિણામને માન્યતા આપશે નહીં. બ્લિન્કેને કહ્યું હતું કે ક્રેમલિનનો શામ લોકમત યુક્રેનમાં જમીન પચાવી પાડવાના બીજા પ્રયાસને છુપાવવાનો નિરર્થક પ્રયાસ હતો. તે સ્પષ્ટ છે કે લોકમતના પરિણામો મોસ્કો દ્વારા પ્રાયોજિત કરવામાં
આવ્યા હતા અને તે યુક્રેનના લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતા નથી.
ફિનલેન્ડએ રશિયન પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો
આ દરમિયાન ફિનલેન્ડે જણાવ્યું હતું કે તે શુક્રવારથી મોટાભાગના રશિયન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ
મૂકશે. ફિનલેન્ડની સરકારે કહ્યું કે રશિયન પ્રવાસીઓ પરનો પ્રતિબંધ ગુરુવારે મધ્યરાત્રિથી અમલમાં આવશે. હવે દેશમાં રશિયન પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે તે રશિયા સાથેની તેની સરહદ પર મુસાફરોની અવરજવરને મર્યાદિત કરશે. તે રશિયન નાગરિકોને ટૂરિસ્ટ વિઝા પર આવવા પર પ્રતિબંધ મૂકશે. વિદેશ પ્રધાન પેક્કા હવિસ્ટોએ જણાવ્યું હતું કે આ નિર્ણય સૈદ્ધાંતિક રીતે ફિનલેન્ડના રશિયન પ્રવાસીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો છે.
Advertisement


