અમેરિકાની રાજધાનીમાં ફાયરિંગની ઘટના, એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
અમેરિકા એક એવો દેશ કે જે દુનિયામાં સુપર પાવર તરીકે જાણીતો છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીથી ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. આ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.વોશિંગ્ટન ડીસીની યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમ
Advertisement
અમેરિકા એક એવો દેશ કે જે દુનિયામાં સુપર પાવર તરીકે જાણીતો છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીથી ફાયરિંગના સમાચાર આવી રહ્યા છે. આ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
વોશિંગ્ટન ડીસીની યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં એક કોન્સર્ટ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી છે. આ વિસ્તાર વ્હાઇટ હાઉસથી 2 કિમીથી ઓછો દૂર છે. ડીસી પોલીસ યુનિયને પણ પુષ્ટિ કરી છે કે ગોળીબાર દરમિયાન ગોળી વાગતા પોલીસ અધિકારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને હવે તેની હાલત સ્થિર છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, મેટ્રોપોલિટન પોલીસ વિભાગે અહેવાલ આપ્યો છે કે યુ સ્ટ્રીટ પર પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. ગોળીબારના વિડીયોમાં પોલીસ અધિકારીઓ રસ્તા પર પડેલા કેટલાક લોકોની મદદ કરતા જોવા મળે છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકામાં બંદૂકની હિંસાની વધતી ઘટનાઓ પર ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બાળકો અને પરિવારોની સુરક્ષા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે હુમલાના શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવા અથવા ખરીદવા માટે 18 થી 21 વર્ષની ઉંમર વધારવાની જરૂર છે. તેમણે કહ્યું, "આપણે હુમલાના શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવો પડશે. જો આપણે તે ન કરી શકીએ, તો આપણે તેને ખરીદવાની ઉંમર 18 થી વધારીને 21 કરવી જોઈએ."
Advertisement


