Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વમાં દર 44 સેકેંડે થઈ રહ્યું છે એક સંક્રમિતનું મોત : WHO

કોરોનાના ઘટતા કેસો આપણને સૌને ભલે રાહત આપતા હોય પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તરે દર 44 સેકંડમાં કોવિડ -19 થી હજી પણ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, આ વાયરસ આ રીતે સમાપ્ત નહીં થાય. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ચાલુ છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ આ વલણો ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી.
વિશ્વમાં દર 44 સેકેંડે થઈ રહ્યું છે એક સંક્રમિતનું મોત   who
Advertisement
કોરોનાના ઘટતા કેસો આપણને સૌને ભલે રાહત આપતા હોય પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે વૈશ્વિક સ્તરે દર 44 સેકંડમાં કોવિડ -19 થી હજી પણ એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું કે, આ વાયરસ આ રીતે સમાપ્ત નહીં થાય. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ચાલુ છે. તે ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ આ વલણો ચાલુ રહેશે તેની કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીથી સાપ્તાહિક નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં 80% ટકાથી વધુનો ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં ગયા અઠવાડિયે કોરોનાથી દર 44 સેકંડમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. નોંધાયેલા કેસો અને મૃત્યુમાં વૈશ્વિક ઘટાડો ખૂબ જ પ્રોત્સાહક છે પરંતુ તેની કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીથી સાપ્તાહિક નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં 80 ટકાથી વધુ ઘટાડો થયો હોઈ શકે છે, પરંતુ ગયા અઠવાડિયે, COVID-19 થી દર 44 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આપણે આમાના મોટાભાગના મોત અટકાવી શક્યા હોત. કોરોના વાયરસ ગયો નથી આ સાંભળીને તમે કંટાળી ગયા હશો પણ જ્યાં સુધી આ વાયરસ ખતમ નહીં થાય ત્યાં સુધી હું કહેતો રહીશ કે, કોરોના ગયો નથી.
WHO આવતા અઠવાડિયે  6 સંક્ષિપ્ત નીતિઓનો સમૂહ પ્રકાશિત કરશે, જેમાં કોરોના ચેપ ઘટાડવા અને જીવન બચાવવા માટે તમામ સરકારો લઈ શકે તેવા જરૂરી પગલાંની રૂપરેખા આપશે. અમે આશા રાખીએ છીએ કે દેશો આ સંક્ષિપ્ત વર્ણનોનો ઉપયોગ સૌથી વધુ જોખમમાં રહેલા લોકોની સુરક્ષા માટે, જેમને તેની જરૂર છે તેમની સારવાર કરવા અને જીવન બચાવવા માટે તેમની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવા માટે કરશે.
Tags :
Advertisement

.

×