Nikki Haley ની ટ્રમ્પને ચેતવણી - "અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે"
- સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા Nikki Haley ની ચેતવણી
- "અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે" - નિક્કી હેલી
- અમેરિકાએ ચીનની જેમ ભારતને વિરોધી ન માનવું જોઈએ - નિક્કી હેલી
America : નિક્કી હેલી (Nikki Haley) એ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમના પ્રશાસનને સરાજાહેર ચેતવણી આપી છે. આ ચેતવણી આપતા નિક્કી હેલીએ કહ્યું કે, "અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે". વધુમાં તેમણે અમેરિકાએ ચીનની જેમ ભારતને વિરોધી ન માનવાની સલાહ પણ આપી છે.
Nikki Haley ની ટ્રમ્પને ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા નિક્કી હેલી (Nikki Haley) એ ડોનાલ્ડ ટ્રમ્પને સરાજાહેર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો વોશિંગ્ટન ચીન સાથે સ્પર્ધા કરવા માંગે છે, તો નવી દિલ્હી સાથેના સંબંધોને મજબૂત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પ રશિયન તેલ ખરીદવા મુદ્દે ભારત સાથે તણાવ વધારી રહ્યા છે. જેનાથી અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે. તેમણે કહ્યું કે જો વોશિંગ્ટન ચીનની વધતી જતી વૈશ્વિક મહત્વાકાંક્ષાઓને રોકવા માંગે છે, તો નવી દિલ્હી સાથેના સંબંધોને મજબૂત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ કહ્યું કે, અમેરિકાએ ચીનની જેમ ભારતને વિરોધી ન માનવું જોઈએ.
Nikki Haley Gujarat First-21-08-2025-
ટેરિફ અને યુદ્ધવિરામ મુદ્દે આપી સલાહ
ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમના પ્રશાસનને સરાજાહેર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફ અથવા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા જેવા મુદ્દાઓને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે તિરાડ ઊભી કરવાની મંજૂરી આપી શકે નહીં. હેલીએ આ લેખ એવા સમયે લખ્યો છે જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકા-ભારતના સંબંધો વધુને વધુ તણાવપૂર્ણ બન્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા ટેરિફ ડ્યુટી લાદી છે. જે ભારતીય માલ પર પહેલાથી લાદવામાં આવેલી 25 ટકા ડ્યુટીથી અલગ લેવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત પર યુએસ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે.
"Get US-India Ties Back On Track": Nikki Haley's Big China Warning To Trump https://t.co/LrrmZ7Mz4U
— karmayogi (@sriAuroMaa) August 21, 2025
ભારતને વિરોધી ન માનવું જોઈએ - Nikki Haley
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહી ચૂકેલા નિક્કી હેલી (Nikki Haley) એ લખ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશનીતિના લક્ષ્યો ચીનને કાબૂમાં લાવવા અને અમેરિકા-ભારતના સંબંધોને મજબૂત કરવા માટે છે. અમેરિકાએ ચીનની જેમ ભારતને વિરોધી ન માનવું જોઈએ. તેણીએ કહ્યું કે, અમેરિકાએ ભારતને એક મૂલ્યવાન સ્વતંત્ર અને લોકશાહી ભાગીદાર તરીકે ગણવું જોઈએ. ચીન જેવા વિરોધી તરીકે નહીં. ચીને અત્યાર સુધી રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પ્રતિબંધોને નજર અંદાજ કર્યા છે.
Nikki Haley Gujarat First-21-08-2025--
આ પણ વાંચોઃRussian crude oil : ટેરિફ વચ્ચે રશિયાની મોટી જાહેરાત, ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડ્યા


