2025નું અર્થશાસ્ત્રનું નોબેલ: નવીનતા અને 'રચનાત્મક વિનાશ'ના સંશોધન માટે ત્રણને પુરસ્કાર
- અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કારની કરવામાં આવી જાહેરાત (Nobel Prize Economics 2025)
- અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને મળશે નોબેલ પ્રાઈઝ
- નોબેલ સમિતિએ ત્રણેયના મહત્વપૂર્ણ સંશોધનને બિરદાવ્યું
Nobel Prize Economics 2025 : આ વર્ષનો પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ અગ્રણી અર્થશાસ્ત્રીઓને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે: અમેરિકાના જોએલ મોકીર (Joel Mokyr), પીટર હોવિટ (Peter Howitt), અને યુકેના ફિલિપ એઘિયન (Philippe Aghion). નોબેલ સમિતિએ તેમના મહત્ત્વપૂર્ણ સંશોધનને બિરદાવ્યું છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે નવીનતા (Innovation) કઈ રીતે આર્થિક વિકાસ (Economic Development) ના નવા માર્ગો ખોલે છે.
આ ત્રણેય અર્થશાસ્ત્રીઓના કાર્યે આ બાબત પર પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે ટેક્નોલોજીના ઝડપી પરિવર્તન, નવા ઉત્પાદનો (New Products) અને ઉત્પાદનની પદ્ધતિઓનો ઉદય જૂની પદ્ધતિઓનું વિસ્થાપન (obsolescence) કરે છે, જેનાથી સતત આર્થિક પ્રગતિ થાય છે. આ પ્રક્રિયા, જેને ઘણીવાર 'રચનાત્મક વિનાશ' (Creative Destruction) તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વભરમાં લોકોના જીવનની ગુણવત્તા, આરોગ્ય અને જીવનધોરણમાં સુધારાનો આધાર બને છે.
વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રોના (લગભગ 10.3 કરોડ), એક સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કારો 10 ડિસેમ્બરના રોજ સ્ટોકહોમમાં એનાયત કરાશે.
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2025 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Joel Mokyr, Philippe Aghion and Peter Howitt “for having explained innovation-driven economic growth” with one half to Mokyr… pic.twitter.com/ZRKq0Nz4g7— The Nobel Prize (@NobelPrize) October 13, 2025
નોબેલ અર્થશાસ્ત્રમાં ભારતીય યોગદાન (Nobel Prize Economics 2025)
નોબેલ અર્થશાસ્ત્ર પુરસ્કારના ઇતિહાસમાં ભારતીયોનું યોગદાન નોંધનીય રહ્યું છે:
અમર્ત્ય સેન (Amartya Sen) - 1998: (Nobel Prize Economics 2025)
ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને ગરીબીને સમજવા અને માપવા માટે નવી પદ્ધતિઓ વિકસાવવા બદલ, તેમજ દુષ્કાળના કારણો અને જાહેર સુખાકારી વધારવા પરના સંશોધન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સમજાવ્યું કે ગરીબીને માત્ર આવકથી નહીં, પરંતુ શિક્ષણ અને આરોગ્ય જેવા પરિબળોથી પણ માપવી જોઈએ.
અભિજીત બેનર્જી (Abhijit Banerjee) - 2019:
અભિજીત બેનર્જીને તેમનાં પત્ની એસ્થર ડુફ્લો અને માઇકલ ક્રેમર સાથે સંયુક્ત રીતે ગરીબી નાબૂદી માટે પ્રાયોગિક અભિગમ (Experimental Approach) અપનાવવા બદલ નોબેલ મળ્યો. તેમના સંશોધનોએ નાના પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ કઈ રીતે આપી શકાય અથવા ગરીબ બાળકોને મફત પુસ્તકો આપવાથી શિક્ષણમાં કેટલો ફાયદો થાય છે.
નોબેલ પુરસ્કારોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
નોબેલ પુરસ્કારોની સ્થાપના 1895માં સ્વીડિશ વૈજ્ઞાનિક અને શોધક આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલ (Alfred Bernhard Nobel) ની વસિયતના આધારે કરવામાં આવી હતી. આ પુરસ્કારો સૌપ્રથમ 1901માં પ્રદાન કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં, આ પુરસ્કારો ફક્ત પાંચ ક્ષેત્રોમાં (ભૌતિક વિજ્ઞાન, દવા, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ) આપવામાં આવતા હતા. બાદમાં, અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર ઉમેરવામાં આવ્યું. નોબેલ વેબસાઇટના નિયમો અનુસાર, કોઈપણ ક્ષેત્રમાં નોબેલ માટે નામાંકિત વ્યક્તિઓના નામ આગામી 50 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવે છે, જેનાથી પારદર્શિતા અને ગોપનીયતા જળવાઈ રહે છે.
આ પણ વાંચો : હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને સાહિત્યમાં નોબલ પુરસ્કાર એનાયત કરાયો


