નોર્થ કોરિયાના સૈનિકોએ રશિયા-યુક્રેન યુદ્ધની સુરત જ બદલી નાખી!
- ઉત્તર કોરિયાના સૈનિકોનો યુક્રેન પર હુમલો
- 2 કલાકમાં પ્લિયોખોવો પર કબ્જો: ઉત્તર કોરિયા
- પુતિન અને કિમ જોંગ ઉનનો ઐતિહાસિક કરાર
રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ઉત્તર કોરિયાના સૈનિકો (North Korean soldiers) પણ પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે. છેલ્લા કેટલાક અહેવાલોમાં એવી માહિતી મળી છે કે ઉત્તર કોરિયાના સૈનિકો પોતાની ભયાનક લડાયક કુશળતાનું પ્રદર્શન કરી રહ્યા છે. કુર્સ્ક વિસ્તારમાં આવેલા એક ગામ, પ્લિયોખોવો પર આકમણ કરતાં, તેમણે માત્ર 2 કલાકમાં તમામ યુક્રેનિયન સૈનિકોને મારી નાખ્યા હતા. આ હુમલામાં યુક્રેનના સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા અથવા તેમને નાસી જવા મજબૂર થવું પડ્યું.
2 કલાકમાં પરિસ્થિતિનો કબ્જો
મળી રહેલા અહેવાલો અનુસાર, રશિયન ટેલિગ્રામ ચેનલ "રોમાનોલાઇટે" દાવો કર્યો હતો કે 6 ડિસેમ્બર, 2024 ના રોજ, ઉત્તર કોરિયાના સૈનિકોએ કુર્સ્કના પ્લિયોખોવો ગામ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 300 યુક્રેનિયન સૈનિકોનો ખાતમો થયો હતો અને ત્યાંનું કુલ વિસ્તાર માત્ર 2 કલાકમાં ઉત્તર કોરિયાના સૈનિકો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. હુમલાનું વર્ણન કરતાં ચેનલે કહ્યું કે, આ ઘટના 6 ડિસેમ્બરે બની હતી. ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનિયન સૈનિકો પ્રત્યે કોઈ દયા ન બતાવી. તેઓએ બુલેટની ઝડપે હુમલો કર્યો અને યુક્રેનિયન સેનાના 300 થી વધુ સૈનિકોને મારી નાખ્યા. જો કે આ સમગ્ર હુમલા અંગે યુક્રેન દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ યુક્રેનના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રશિયા તરફી નેતા ઓલેગ ત્સાયોર્વે કહ્યું કે હા આ હુમલો થયો છે પરંતુ હું તેના વિશે વધુ માહિતી આપી શકું તેમ નથી.
રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો થશે સારા!
ઉત્તર કોરિયાના સૈનિકોની રશિયામાં હાજરીએ બંને દેશો વચ્ચેના સંબંધોને ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચાડ્યા છે. દક્ષિણ કોરિયા દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો કે કિમ જોંગ ઉનને યુક્રેનિયન સંઘર્ષમાં લડવા માટે હજારો સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. આ સહયોગ માટે અમેરિકાએ પણ પુષ્ટિ આપી છે, જે સંકેત આપે છે કે આ બંને દેશો એકબીજા માટે સૈનિકો અને હથિયારના ક્ષેત્રે મોટા સ્તરે સહયોગ કરી રહ્યા છે.
પુતિન અને કિમ જોંગ ઉનનો ઐતિહાસિક કરાર
આ વર્ષે જૂનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, પુતિનને સૈનિકોની મદદ મળી રહી છે, જ્યારે કિમ જોંગ ઉન રશિયાની અદ્યતન હથિયારોની ટેક્નોલોજીનો લાભ લઈ રહ્યા છે. આ સંલગ્નતાથી બંને દેશોને લાભ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે! વિશ્વના સૌથી મોટા તાનાશાહે આપી દીધી ધમકી