Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિનકાયદેસર પ્રવાસીઓની શોધ, ન્યૂયોર્ક, ન્યૂજર્સીના ગુરૂદ્વારમાં પહોંચ્યા અધિકારી

અમેરિકાનાં બિનકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ખુબ જ ઝડપથી અભિયાન ચલાવાઇ રહ્યું છે. બીજી તરફ એવા રિપોર્ટ પણ મળી રહ્યા છે કે, સરકારી અધિકારીઓ બિનકાયદેસર પ્રવાસીઓની શોધ કરી રહ્યા છે.
બિનકાયદેસર પ્રવાસીઓની શોધ  ન્યૂયોર્ક  ન્યૂજર્સીના ગુરૂદ્વારમાં પહોંચ્યા અધિકારી
Advertisement
  • શીખ સમુદાય દ્વારા હોમલેન્ડ સિક્યુરિટીનો વિરોધ કર્યો
  • ગુરૂદ્વારામાં સ્થાનિક અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન
  • ખાલિસ્તાની અને બિનપ્રવાસીઓ હોવાની આશંકાએ સર્ચ

વોશિંગ્ટન : અમેરિકાનાં બિનકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ખુબ જ ઝડપથી અભિયાન ચલાવાઇ રહ્યું છે. બીજી તરફ એવા રિપોર્ટ પણ મળી રહ્યા છે કે, સરકારી અધિકારીઓ બિનકાયદેસર પ્રવાસીઓની શોધ કરી રહ્યા છે. તે માટે તેઓ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના ગુરુદ્વારોમાં જઇ રહ્યા છે.

અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા સર્ચ

અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગ (DHS) ના અધિકારીઓએ બિનકાયદેસર પ્રવાસીઓની શોધખોળ માટે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના ગુરૂદ્વારાઓની મુલાકાત શરૂ કરી છે. અનેક શિખ સંગઠનો તેની આલોચના કરી છે. તેને ધાર્મિક સ્થળોની પવિત્રતા અંગે ખતરો જણાવ્યો છે. અધિકારીઓને આશંકા છે કે, કેટલાક ગુરૂદ્વારાઓમાં શિખ ઉગ્રવાદી અને બિનકાયદેસર પ્રવાસીઓની હાજરી હોઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો : Mahakumbh 2025 : પ્રયાગરાજથી મહાકુંભનું મહાકવરેજ કરતા વિદેશી નાગા સાધુ ખાસ વાત

Advertisement

બાઇડેન શાસને ધાર્મિક સ્થળો પર એનફોર્સમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો

જો બાઇડેન શાસનકાળમાં ગુરૂદ્વારા જેવા પુજા સ્થળોમાં અથવા તેની આસપાસ એનફોર્સમેન્ટ એક્શન પર પ્રતિબંધ લગાવાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ નીતિને પલટી દીધી છે. જ્યાં હવે શંકા હોય અધિકારીઓ બિનકાયદેસર પ્રવાસીઓને ડિટેઇન કરી શકે છે. તેને ડિપોર્ટ પણ કરી શકે છે.

શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે ચિંતા વ્યક્ત કરી

શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એજ્યુકેશન ફંડ (SALDF) એ નીતિમાં ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. SALDF ના કાર્યકારી નિર્દેશક કિરણ કૌર ગિલે કહ્યું કે, અમે હોમલેન્ડ સુરક્ષા વિભાગના સંવેદનશીલ વિસ્તારની સુરક્ષા સમાપ્ત કરવા અને ગુરૂદ્વારા જેવા પુજા સ્થળોને નિશાન બનાવવાના નિર્ણયના કારણે ચિંતિત છીએ.

આ પણ વાંચો : Prayagraj: ‘હિંદુઓની એકતા એટલે રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી’ મહાકુંભમાં આવેલા જૈન અને શિખ સંતનું મહત્વનું નિવેદન

આ એક પવિત્ર સ્થળે છે અહીં સર્ચ અયોગ્ય

કિરણ કૌરે કહ્યું કે, ગુરૂદ્વારા માત્ર પુજા-અર્ચના સ્થળ નથી આ મહત્વપુર્ણ સામુદાયિક કેન્દ્ર છે. આ શીખ સમુદાયની સહાયતા, પોષણ અને આધ્યાત્મિક સાંત્વના આપે છે. આ સ્થળોમાં હાલની કાર્યવાહી માટે ટાર્ગેટ કરવું અમારા વિશ્વાસની પવિત્રતાને ખતરામાં નાકે છે. તેના કારણે અપ્રવાસી સમુદાયોને ભયાનક સંદેશ મળ્યો છે.

પ્રવાસીઓને વિમાન દ્વારા તેમના દેશ મોકલી રહી છે ટ્રમ્પ સરકાર

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન બિનકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. કહ્યું હતું કે, તેમને તેમના દેશમાં પરક મોકલવામાં આવશે. આ અંગેની કાર્યવાહી ઝડપી બનાવાશે.

આ પણ વાંચો : Uttarakhand : સમાન નાગરિક સંહિતા ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનીને ઇતિહાસ રચ્યો

Tags :
Advertisement

.

×